Gujarat Rain:જૂનાગઢમાં ભારે વરસાદથી કોઝ વે ધોવાયો, ગાઠીલા ગામ બન્યું સંપર્ક વિહોણુ

4થી 5 ગામડાઓમાં અવરજવર બંધભારે વરસાદને પગલે ગાઠીલાના અવર જવર કરવાના તમામ રસ્તા બંધ વધુ એક ગામ સંપર્ક વિહોણુ અવિરત વરસાદને પગલે જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જુનાગઢમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે જૂનાગઢનું ગાઠીલા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. દિવસ પહેલા શરૂ કરવામાં આવેલો કોઝ વે ધોવાયો જુનાગઢમાં સતત વરસતા વરસાદને લઈને ઘણી જગ્યા પર પુરની સ્થિતિ છે, ત્યારે 3 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલો કોઝ વે પૂરના કારણે ધોવાઈ ગયો છે અને તેના કારણે 4થી 5 ગામડાઓમાં અવરજવર બંધ થઈ ચૂકી છે અને ગાઠીલા ગામમાં પણ અવર જવર કરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. ભારે વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂશળધાર વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શાળાઓમાં રજા જાહેર જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain:જૂનાગઢમાં ભારે વરસાદથી કોઝ વે ધોવાયો, ગાઠીલા ગામ બન્યું સંપર્ક વિહોણુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4થી 5 ગામડાઓમાં અવરજવર બંધ
  • ભારે વરસાદને પગલે ગાઠીલાના અવર જવર કરવાના તમામ રસ્તા બંધ
  • વધુ એક ગામ સંપર્ક વિહોણુ

અવિરત વરસાદને પગલે જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જુનાગઢમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે જૂનાગઢનું ગાઠીલા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.

દિવસ પહેલા શરૂ કરવામાં આવેલો કોઝ વે ધોવાયો

જુનાગઢમાં સતત વરસતા વરસાદને લઈને ઘણી જગ્યા પર પુરની સ્થિતિ છે, ત્યારે 3 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલો કોઝ વે પૂરના કારણે ધોવાઈ ગયો છે અને તેના કારણે 4થી 5 ગામડાઓમાં અવરજવર બંધ થઈ ચૂકી છે અને ગાઠીલા ગામમાં પણ અવર જવર કરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.

ભારે વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા

જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂશળધાર વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શાળાઓમાં રજા જાહેર

જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.