Bharuch ઊંચા વ્યાજની આર્થિક બદી સામે પોલીસ તંત્રનો જંગ

પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયાગરીબ અને મધ્યમવર્ગના આર્થિક શોષણ કરતા શાહુકારો ધિરાણ આપતી બેંકો તેમજ નગરપાલિકા દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ભરૂચ પંથકમાં ઉંચા વ્યાજે નાણાં ધીરી ગરીબ વ્યકિતઓનું શોષણ કરતા ઘણા શાહુકારો ફરી રહ્યા છે. જેઓ ઉંચા વ્યાજે નાણાં આપી શારિરીક અને માનસિક ત્રાસ દ્વારા ટોર્ચર કરી નાણાંના હપ્તા વસુલ કરતા હોય છે. આવા શાહુકારો કોરા ચેક લઇ લેતા હોય છે અને આવા ચેકો પૂરતા ફ્ંડના અભાવે બેંક માંથી પરત ફરતા પોલિસ કેસ કરવામાં આવે છે ભરૂચ જિલ્લામા ઊંચા વ્યાજે નાણા ધિરવા અંગેની સામાજીક બદીને નાથવા માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના એક ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે. જે અંગે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, ઉંચા વ્યાજે નાણાં ધીરી કોઈની આર્થિક પરિસ્થિતિનો લાભ લેવો તે એક બહુ મોટુ પાપ કહી શકાય. આવી સામાજીક બદી સામે પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી અને પગલા ભરવામાં આવશે.ભરૂચ પંથકમાં નાણાંની જરૂરિયાત ઉભી થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો વારંવાર શોષણનો ભોગ બનતા હોય છે ઉંચા વ્યાજે નાણાં લેવાની તેમને જરૂરિયાત ઉભી થતી હોય છે. સરકારની વિવિધ યોજનાઓ છતાં તાત્કાલીક આવી પડેલ ઉપાધી માટે જયારે રકમ જોઈતી હોય ત્યારે આવા વ્યાજખોરો ગરીબોનું શોષણ કરતા હોય છે. જે માટે લોકોમાં સભાનતા આવે તે માટે પોલીસ તંત્ર અને સાથે ધિરાણ આપતી બેંકો તેમજ નગરપાલિકા દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે . ખાનગી નાણાં ધીરનારા પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા કરતા પાલિકા સહિત વિવિધ બેંકો દ્વારા ઓછા વ્યાજે કેવી રીતે નાણાં મળી શકે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માહીતી આપવામાં આવી રહીં છે

Bharuch ઊંચા વ્યાજની આર્થિક બદી સામે પોલીસ તંત્રનો જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા
  • ગરીબ અને મધ્યમવર્ગના આર્થિક શોષણ કરતા શાહુકારો
  • ધિરાણ આપતી બેંકો તેમજ નગરપાલિકા દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે

ભરૂચ પંથકમાં ઉંચા વ્યાજે નાણાં ધીરી ગરીબ વ્યકિતઓનું શોષણ કરતા ઘણા શાહુકારો ફરી રહ્યા છે. જેઓ ઉંચા વ્યાજે નાણાં આપી શારિરીક અને માનસિક ત્રાસ દ્વારા ટોર્ચર કરી નાણાંના હપ્તા વસુલ કરતા હોય છે.

આવા શાહુકારો કોરા ચેક લઇ લેતા હોય છે અને આવા ચેકો પૂરતા ફ્ંડના અભાવે બેંક માંથી પરત ફરતા પોલિસ કેસ કરવામાં આવે છે

ભરૂચ જિલ્લામા ઊંચા વ્યાજે નાણા ધિરવા અંગેની સામાજીક બદીને નાથવા માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના એક ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે. જે અંગે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, ઉંચા વ્યાજે નાણાં ધીરી કોઈની આર્થિક પરિસ્થિતિનો લાભ લેવો તે એક બહુ મોટુ પાપ કહી શકાય. આવી સામાજીક બદી સામે પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી અને પગલા ભરવામાં આવશે.ભરૂચ પંથકમાં નાણાંની જરૂરિયાત ઉભી થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો વારંવાર શોષણનો ભોગ બનતા હોય છે ઉંચા વ્યાજે નાણાં લેવાની તેમને જરૂરિયાત ઉભી થતી હોય છે. સરકારની વિવિધ યોજનાઓ છતાં તાત્કાલીક આવી પડેલ ઉપાધી માટે જયારે રકમ જોઈતી હોય ત્યારે આવા વ્યાજખોરો ગરીબોનું શોષણ કરતા હોય છે. જે માટે લોકોમાં સભાનતા આવે તે માટે પોલીસ તંત્ર અને સાથે ધિરાણ આપતી બેંકો તેમજ નગરપાલિકા દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે . ખાનગી નાણાં ધીરનારા પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા કરતા પાલિકા સહિત વિવિધ બેંકો દ્વારા ઓછા વ્યાજે કેવી રીતે નાણાં મળી શકે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માહીતી આપવામાં આવી રહીં છે