Bharuch: માછલીઓનાં મોતને પગલે ઝઘડિયાની GMDCને GPCBએ નોટિસ ફ્ટકારી

તાલુકાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતાંરતનપુરની ખાડીમાં જળચરોના મોત બાબતે નમૂના લેવાયા સદર ફરિયાદને આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના રતનપોર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી. આ ખાડીમાં રતનપુરની આજુબાજુના ગામનું પશુધન પણ પાણી પીતા હોય છે. જેના સંદર્ભે સ્થાનિકોમાં આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા રતનપોરની ખાડીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડમલાઇ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી કે રાજપારડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઈપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે. સદર ફરિયાદને આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. અને પાણીના નમુના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું. આ ધટના દરમિયાન એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસીડયુક્ત હોઈ શકે છે. જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે. ટેલીફેનીક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમુના લઇ પીએચ પણ ચેક કરવામાં આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફ્ટકારવામાં આવી છે. અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. વધુમાં પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીરીસીબીઅધિકારીએ જણાવ્યું હતું.

Bharuch: માછલીઓનાં મોતને પગલે ઝઘડિયાની GMDCને GPCBએ નોટિસ ફ્ટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલુકાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતાં
  • રતનપુરની ખાડીમાં જળચરોના મોત બાબતે નમૂના લેવાયા
  • સદર ફરિયાદને આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી

ઝઘડિયા તાલુકાના રતનપોર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી. આ ખાડીમાં રતનપુરની આજુબાજુના ગામનું પશુધન પણ પાણી પીતા હોય છે. જેના સંદર્ભે સ્થાનિકોમાં આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો.

સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા રતનપોરની ખાડીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડમલાઇ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી કે રાજપારડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઈપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે. સદર ફરિયાદને આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. અને પાણીના નમુના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું. આ ધટના દરમિયાન એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસીડયુક્ત હોઈ શકે છે. જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે. ટેલીફેનીક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમુના લઇ પીએચ પણ ચેક કરવામાં આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફ્ટકારવામાં આવી છે. અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.

વધુમાં પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીરીસીબીઅધિકારીએ જણાવ્યું હતું.