Ahmedabad :કોર્પોરેટ કાફેના બર્ગરમાંથી જીવાત નીકળતા AMCએ સીલ મારી દીધું

રાજપથ-રંગોલી રોડ પરના કાફેમાં બનેલી ઘટનાહોટલો, ખાણીપીણીના એકમોમાં કડક પગલાં લેવા તાકીદ AMC ફુડ વિભાગ દ્વારા કોર્પોરેટ કાફેને સીલ કરવામાં આવ્યું શહેરના SG હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેના આલુ બર્ગર ટિક્કીમાંથી જીવાત નીકળવાની ફરિયાદને પગલે AMC ફુડ વિભાગ દ્વારા કોર્પોરેટ કાફેને સીલ કરવામાં આવ્યું છે. એસ. જી. હાઈવે પરના પોશ વિસ્તારમાં આવેલ કોર્પોરેટ કાફે જેવી સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટના બર્ગરમાંથી જીવાત નીકળવાની બાબત ગંભીર ગણી શકાય.એક યુવકે કોર્પોરેટ કાફેમાં બર્ગર મંગાવતાં તેમાંથી જીવાત નીકળવા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને બર્ગરમાં જીવાત નીકળી હોવા અંગે અંગે કાફેના સંચાલક સમક્ષ ફરિયાદ કરી હતી. કોર્પોરેટ કાફેમાંથી આલુ બર્ગર ટિક્કી મંગાવનાર યુવકે બર્ગરનો એક ભાગ ખાધો હતો અને બર્ગરમાં નાની કોઈ કાળી વસ્તુ નજરે પડી હતી. યુવકને શંકા જતાં તેણે બર્ગર તોડીને જોતાં તેમાંથી જીવાત નીકળી હતી અને બર્ગરમાંથી જીવાત નીકળવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. AMCના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી છે. હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમોમાંથી ગરોળી, વંદો, જીવાત નીકળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોવાનું માનવામાં આવે છે.

Ahmedabad :કોર્પોરેટ કાફેના બર્ગરમાંથી જીવાત નીકળતા AMCએ સીલ મારી દીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજપથ-રંગોલી રોડ પરના કાફેમાં બનેલી ઘટના
  • હોટલો, ખાણીપીણીના એકમોમાં કડક પગલાં લેવા તાકીદ
  • AMC ફુડ વિભાગ દ્વારા કોર્પોરેટ કાફેને સીલ કરવામાં આવ્યું

શહેરના SG હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેના આલુ બર્ગર ટિક્કીમાંથી જીવાત નીકળવાની ફરિયાદને પગલે AMC ફુડ વિભાગ દ્વારા કોર્પોરેટ કાફેને સીલ કરવામાં આવ્યું છે. એસ. જી. હાઈવે પરના પોશ વિસ્તારમાં આવેલ કોર્પોરેટ કાફે જેવી સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટના બર્ગરમાંથી જીવાત નીકળવાની બાબત ગંભીર ગણી શકાય.

એક યુવકે કોર્પોરેટ કાફેમાં બર્ગર મંગાવતાં તેમાંથી જીવાત નીકળવા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને બર્ગરમાં જીવાત નીકળી હોવા અંગે અંગે કાફેના સંચાલક સમક્ષ ફરિયાદ કરી હતી. કોર્પોરેટ કાફેમાંથી આલુ બર્ગર ટિક્કી મંગાવનાર યુવકે બર્ગરનો એક ભાગ ખાધો હતો અને બર્ગરમાં નાની કોઈ કાળી વસ્તુ નજરે પડી હતી. યુવકને શંકા જતાં તેણે બર્ગર તોડીને જોતાં તેમાંથી જીવાત નીકળી હતી અને બર્ગરમાંથી જીવાત નીકળવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. AMCના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી છે. હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમોમાંથી ગરોળી, વંદો, જીવાત નીકળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોવાનું માનવામાં આવે છે.