જાણો કચ્છ લોકસભા બેઠકની અતિ મહત્વની જાણકારી

ભાજપે કચ્છ લોકસભા બેઠક પર વિનોદ ચાવડાને કર્યા રિપિટ કોગ્રેસ કચ્છ લોકસભા બેઠક પર નિતેશ લાલનને આપી ટિકીટ કચ્છ એ ફકત ગુજરાતમાં નહી પણ વિશ્વભરમાં પ્રવાસીઓ માટે ફેમસ છે કોંગ્રેસ કચ્છ બેઠક પર 28 વર્ષમાં એકવાર પણ નથી જીતી તો ભાજપ સતત 4 વખત જીતી છે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં 543 લોકસભા સીટો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.વાત કરીશું કચ્છના ભાજપ અને કોગ્રેસ બેઠક પરના બે ઉમેદવારોની,જયા બન્ને વચ્ચે રસાકસી જામી છે,તો છેલ્લી ત્રણ ટર્મથી કચ્છમાં લોકસભા સીટ પર ભાજપનો વિજય થતો જોવા મળ્યો છે. વર્ષ 2019માં ભાજપ કોગ્રેસના ઉમેદવારોને મળેલ મત ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6,37,034 મત મળ્યા હતા તો કોગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,31,521 મતો મળ્યા હતા. કચ્છ સીટનું જ્ઞાતિય સમીકરણ કચ્છ સીટ પર સૌથી વધુ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ રહેલુ છે,3.10 ટકા મતો મુસ્લિમ સમાજના છે,સૌથી ઓછા મતદારો રબારી સમાજના 0.75 ટકા છે.કુલ 19.39 લાખ અંદાજે મતદારો છે. વર્ષ 2024ના કચ્છના મતદારો વર્ષ 2024માં કચ્છ સીટ પર કુલ 19,39,150 મતદારો છે જેમાં પુરુષો 9,98,781 છે તો મહિલા મતદારો 9,40,341 અને થર્ડ જેન્ડર 28 છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં SC અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા.કચ્છ (SC) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને ધરખમ નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી માટે ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં પણ તેઓને કામગીરી સોંપાઈ ચુકી છે. વિનોદ ચાવડાનો ટૂંકો પરિચય વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં SC અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 17મી લોકસભા માટે 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી. વિનોદ ચાવડાની રાજકીય કારકિર્દી 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 2014માં તેઓ એસ.કે. વર્મા યુનિવર્સિટી (કચ્છ)ના સેનેટ સભ્ય પણ હતા. 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય બન્યા હતા. 12 નવેમ્બર 2014થી 25 મે 2019 વચ્ચે તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા.2019માં ફરી ચૂંટાયા બાદ બીજી ટર્મ શરૂ થઈ હતી. કોગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન નીતિશ લાલણ સક્રિય સભ્ય તરીકે પક્ષમાં સતત કાર્યરત રહ્યા છે. 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે જોડાયા હતા. મતદાન એજન્ટ તરીકે જમીનીસ્તર પર કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં બૂથનું સંચાલન પણ સંભાળ્યું છે. હાલમાં પૂર્વ કચ્છ જિલ્લા ભારતીય યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. ગાંધીધામ એસેમ્બલી ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે.આ ઉપરાંત ગાંધીધામની મૂળભૂત અને માળખાકીય સુવિધાઓ માટે લડત કરી છે. ગરીબ-બેઘર લોકોના ઘર અને આજીવિકા માટે લડત ચલાવી છે. બેરોજગારી, વિદ્યાર્થીઓના અધિકારો, ડ્રગના દૂષણ અંગે પણ લડત ચલાવી, તો યુવાનોને કોંગ્રેસમાં સક્રિયપણે જોડવા માટે કવાયત કરી છે. પ્રથમ વખતના મતદારો વચ્ચે કોંગ્રેસ વિચારધારાને પહોંચાડી છે. તેઓ શિપિંગ અને લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે જોડાયેલા છે.કચ્છનો ઈતિહાસકચ્છનો ઇતિહાસ પ્રાચીન અને અર્વાચીન એમ બે સમયગાળા અથવા જાડેજા રાજવંશની ૧૪ મી સદીની શરૂઆતના સમયગાળા અને પછીના સમયગાળામાં વિભાજિત કરી શકાય છે. જ્યારે સિંધના સામ રાજપુત શાસકોએ કચ્છ પ્રદેશ જીતી લીધો ત્યારે ૧૪ મી સદી દરમિયાન કચ્છનું એક અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર (એલેક્ઝાન્ડર) ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે.

જાણો કચ્છ લોકસભા બેઠકની અતિ મહત્વની જાણકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપે કચ્છ લોકસભા બેઠક પર વિનોદ ચાવડાને કર્યા રિપિટ
  • કોગ્રેસ કચ્છ લોકસભા બેઠક પર નિતેશ લાલનને આપી ટિકીટ
  • કચ્છ એ ફકત ગુજરાતમાં નહી પણ વિશ્વભરમાં પ્રવાસીઓ માટે ફેમસ છે

કોંગ્રેસ કચ્છ બેઠક પર 28 વર્ષમાં એકવાર પણ નથી જીતી તો ભાજપ સતત 4 વખત જીતી છે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં 543 લોકસભા સીટો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.વાત કરીશું કચ્છના ભાજપ અને કોગ્રેસ બેઠક પરના બે ઉમેદવારોની,જયા બન્ને વચ્ચે રસાકસી જામી છે,તો છેલ્લી ત્રણ ટર્મથી કચ્છમાં લોકસભા સીટ પર ભાજપનો વિજય થતો જોવા મળ્યો છે.

વર્ષ 2019માં ભાજપ કોગ્રેસના ઉમેદવારોને મળેલ મત

ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6,37,034 મત મળ્યા હતા તો કોગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,31,521 મતો મળ્યા હતા.

કચ્છ સીટનું જ્ઞાતિય સમીકરણ

કચ્છ સીટ પર સૌથી વધુ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ રહેલુ છે,3.10 ટકા મતો મુસ્લિમ સમાજના છે,સૌથી ઓછા મતદારો રબારી સમાજના 0.75 ટકા છે.કુલ 19.39 લાખ અંદાજે મતદારો છે.

વર્ષ 2024ના કચ્છના મતદારો

વર્ષ 2024માં કચ્છ સીટ પર કુલ 19,39,150 મતદારો છે જેમાં પુરુષો 9,98,781 છે તો મહિલા મતદારો 9,40,341 અને થર્ડ જેન્ડર 28 છે.

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા

વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં SC અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા.કચ્છ (SC) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને ધરખમ નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી માટે ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં પણ તેઓને કામગીરી સોંપાઈ ચુકી છે.

વિનોદ ચાવડાનો ટૂંકો પરિચય

વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં SC અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 17મી લોકસભા માટે 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી.


વિનોદ ચાવડાની રાજકીય કારકિર્દી

2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 2014માં તેઓ એસ.કે. વર્મા યુનિવર્સિટી (કચ્છ)ના સેનેટ સભ્ય પણ હતા. 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય બન્યા હતા. 12 નવેમ્બર 2014થી 25 મે 2019 વચ્ચે તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા.2019માં ફરી ચૂંટાયા બાદ બીજી ટર્મ શરૂ થઈ હતી.

કોગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન

નીતિશ લાલણ સક્રિય સભ્ય તરીકે પક્ષમાં સતત કાર્યરત રહ્યા છે. 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે જોડાયા હતા. મતદાન એજન્ટ તરીકે જમીનીસ્તર પર કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં બૂથનું સંચાલન પણ સંભાળ્યું છે. હાલમાં પૂર્વ કચ્છ જિલ્લા ભારતીય યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. ગાંધીધામ એસેમ્બલી ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે.આ ઉપરાંત ગાંધીધામની મૂળભૂત અને માળખાકીય સુવિધાઓ માટે લડત કરી છે. ગરીબ-બેઘર લોકોના ઘર અને આજીવિકા માટે લડત ચલાવી છે. બેરોજગારી, વિદ્યાર્થીઓના અધિકારો, ડ્રગના દૂષણ અંગે પણ લડત ચલાવી, તો યુવાનોને કોંગ્રેસમાં સક્રિયપણે જોડવા માટે કવાયત કરી છે. પ્રથમ વખતના મતદારો વચ્ચે કોંગ્રેસ વિચારધારાને પહોંચાડી છે. તેઓ શિપિંગ અને લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે જોડાયેલા છે.

કચ્છનો ઈતિહાસ

કચ્છનો ઇતિહાસ પ્રાચીન અને અર્વાચીન એમ બે સમયગાળા અથવા જાડેજા રાજવંશની ૧૪ મી સદીની શરૂઆતના સમયગાળા અને પછીના સમયગાળામાં વિભાજિત કરી શકાય છે. જ્યારે સિંધના સામ રાજપુત શાસકોએ કચ્છ પ્રદેશ જીતી લીધો ત્યારે ૧૪ મી સદી દરમિયાન કચ્છનું એક અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર (એલેક્ઝાન્ડર) ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે.