રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિયાણીઓએ કરી જૌહરની તૈયારીઓ

જૌહર અટકાવવા પોલીસ ગીતાબાના નિવાસસ્થાને રૂપાલાની ટિકિદ રદ નહીં કરાતા રોષ ચરમસીમા પર આવતીકાલે ક્ષત્રિય સમાજની બેઠક પણ મળશે રૂપાલા સામે ક્ષત્રિયાણીઓ આકરાપાણીએ આવી ગઈ છે. જેમા હવે એક તરફ લગભગ રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ભાજપ બદલે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. જેમના દ્વારા ચૂંટણી પ્રચારની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યાં હવે ક્ષત્રિયાણીઓ દ્વારા પણ જૌહરની તૈયારીઓ કરી છે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ક્ષત્રિય દ્વારા ગીતાબા અને પ્રજ્ઞાબાએ જૌહરની તૈયારીઓ કરી છે. જેના સાથે જ જૌહર અટકાવવા ગીતાબાના નિવાસસ્થાને પોલીસ પણ પહોંચી ગઈ છે. રૂપાલાની ટિકિદ રદ નહીં કરાતા રોષ ચરમસીમા પર પહોંચ્યો છે. બીજી તરફ હવે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. આ પહેલાં પદ્મિનીબાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય આજે સાંજે 5 કલાકે પૂર્ણ થયો છે. આ માટે ક્ષત્રિય સમાજન અગ્રણી એા પદ્મિનીબાએ સરકારને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તર પર લઈ જશે આંદોલન આ તરફ જ્યાં ક્ષત્રિય સમાજ પણ ઉગ્ર રજુઆત કરી રહ્યું છે. ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. ગુજરાતમાં રથ ફરશે ગઇકાલે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ બેઠક કરી હતી. જેમાં પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને એક થઈને લડવા માટેની વાત કરવામાં આવી છે. જેમાં શંકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. જેના દ્વારા લોકોને જોડવામાં આવશે.

રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિયાણીઓએ કરી જૌહરની તૈયારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૌહર અટકાવવા પોલીસ ગીતાબાના નિવાસસ્થાને
  • રૂપાલાની ટિકિદ રદ નહીં કરાતા રોષ ચરમસીમા પર
  • આવતીકાલે ક્ષત્રિય સમાજની બેઠક પણ મળશે

રૂપાલા સામે ક્ષત્રિયાણીઓ આકરાપાણીએ આવી ગઈ છે. જેમા હવે એક તરફ લગભગ રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ભાજપ બદલે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. જેમના દ્વારા ચૂંટણી પ્રચારની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યાં હવે ક્ષત્રિયાણીઓ દ્વારા પણ જૌહરની તૈયારીઓ કરી છે.

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ક્ષત્રિય દ્વારા ગીતાબા અને પ્રજ્ઞાબાએ જૌહરની તૈયારીઓ કરી છે. જેના સાથે જ જૌહર અટકાવવા ગીતાબાના નિવાસસ્થાને પોલીસ પણ પહોંચી ગઈ છે. રૂપાલાની ટિકિદ રદ નહીં કરાતા રોષ ચરમસીમા પર પહોંચ્યો છે.

બીજી તરફ હવે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. આ પહેલાં પદ્મિનીબાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય આજે સાંજે 5 કલાકે પૂર્ણ થયો છે. આ માટે ક્ષત્રિય સમાજન અગ્રણી એા પદ્મિનીબાએ સરકારને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેનો સમય પૂર્ણ થઈ રહ્યો છે.

રાષ્ટ્રીય સ્તર પર લઈ જશે આંદોલન

આ તરફ જ્યાં ક્ષત્રિય સમાજ પણ ઉગ્ર રજુઆત કરી રહ્યું છે. ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે.

ગુજરાતમાં રથ ફરશે

ગઇકાલે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ બેઠક કરી હતી. જેમાં પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને એક થઈને લડવા માટેની વાત કરવામાં આવી છે. જેમાં શંકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. જેના દ્વારા લોકોને જોડવામાં આવશે.