Valsad: ભારે પવનથી 12થી વધુ ઘરના પતરા ઉડ્યા, સ્થાનિકોએ કરી વળતરની માગ

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસ્યો વરસાદવલસાડના કુંડી ગામમાં સર્જાયુ મીની વાવાઝોડુ ભારે પવન અને વરસાદના કારણે 12થી વધુ ઘરના પતરા ઉડ્યા સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારો પાણીથી તરબોડ થઈ ગયા છે અને કેટલાક વિસ્તારમાં ભારે પવન અને મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે પવન ફૂંકાતા 12થી વધુ ઘરના પતરા ઉડી ગયા વલસાડ તાલુકાના કુંડી ગામમાં મીની વાવાઝોડું સર્જાયુ છે. કુંડી ગામે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 12થી વધુ ઘરના પતરા ઉડી ગયા છે. થોડા સમય સુધી વાવાઝોડું ફૂંકાતા લોકોના ઘરોના પતરા અને નડીયા ઉડી જતાં ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે વળતરની માગણી કરી છે. મોટાભાગના ઘરોના પતરા ઉડતા ઘરોમાં રહેલી જીવન જરૂરીયાતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યુ છે. જો કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ઘટના બન્યા બાદ પણ અત્યાર સુધી કોઈ તંત્રના અધિકારી ગામમાં પરિસ્થિતિ જોવા માટે પણ પહોંચ્યા નથી. સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

Valsad: ભારે પવનથી 12થી વધુ ઘરના પતરા ઉડ્યા, સ્થાનિકોએ કરી વળતરની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસ્યો વરસાદ
  • વલસાડના કુંડી ગામમાં સર્જાયુ મીની વાવાઝોડુ
  • ભારે પવન અને વરસાદના કારણે 12થી વધુ ઘરના પતરા ઉડ્યા

સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારો પાણીથી તરબોડ થઈ ગયા છે અને કેટલાક વિસ્તારમાં ભારે પવન અને મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે.

ભારે પવન ફૂંકાતા 12થી વધુ ઘરના પતરા ઉડી ગયા

વલસાડ તાલુકાના કુંડી ગામમાં મીની વાવાઝોડું સર્જાયુ છે. કુંડી ગામે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 12થી વધુ ઘરના પતરા ઉડી ગયા છે. થોડા સમય સુધી વાવાઝોડું ફૂંકાતા લોકોના ઘરોના પતરા અને નડીયા ઉડી જતાં ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે વળતરની માગણી કરી છે. મોટાભાગના ઘરોના પતરા ઉડતા ઘરોમાં રહેલી જીવન જરૂરીયાતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યુ છે. જો કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ઘટના બન્યા બાદ પણ અત્યાર સુધી કોઈ તંત્રના અધિકારી ગામમાં પરિસ્થિતિ જોવા માટે પણ પહોંચ્યા નથી.

સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી

જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.