MLA ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટની રાહત,નર્મદા, ભરૂચ વિસ્તારમાં પ્રવેશબંધી પર મળી મુક્તિ

ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન શરતમાં કર્યો ફેરફાર ફોરેસ્ટ અધિકારીને ધમકાવવા મુદે નોંધાઇ હતી ફરિયાદ મત વિસ્તારમાં નુકસાન થાય તે ભીતિના લીધે પ્રવેશ પર લગાવ્યો હતો પ્રતિબંધ નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર અંગે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. હાઈકોર્ટ પહોંચ્યા હતા ધારાસભ્ય આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા. ત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે ચૂંટણીને લઈ અરજી સ્વિકારી ન હતી ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે. વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાઈ હતી જો કે, આ અરજી નકારી દેવામાં આવી હતી. શું હતો સમગ્ર મામલો ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું. બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું તે હજી મળતી નથી, તપાસ ચાલુ છે. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.  

MLA ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટની રાહત,નર્મદા, ભરૂચ વિસ્તારમાં પ્રવેશબંધી પર મળી મુક્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન શરતમાં કર્યો ફેરફાર
  • ફોરેસ્ટ અધિકારીને ધમકાવવા મુદે નોંધાઇ હતી ફરિયાદ
  • મત વિસ્તારમાં નુકસાન થાય તે ભીતિના લીધે પ્રવેશ પર લગાવ્યો હતો પ્રતિબંધ

નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર અંગે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

હાઈકોર્ટ પહોંચ્યા હતા ધારાસભ્ય

આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા. ત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ પહોંચ્યા હતા.

કોર્ટે ચૂંટણીને લઈ અરજી સ્વિકારી ન હતી

ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે. વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાઈ હતી જો કે, આ અરજી નકારી દેવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો

ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું. બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું તે હજી મળતી નથી, તપાસ ચાલુ છે. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.