જૂનાગઢમાં ટીપી સ્કીમ યોજનાને લઈને ઝાંઝરડાના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ

જૂનાગઢમાં ઝાંઝરડા અને સુખપુર ગામમાં ટીપી સ્કીમ લાગુ કરાતા ભારે વિરોધ કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવામાં આવે તે માટે જૂડા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા એક અઠવાડીયા અગાઉ પણ આજ રીતે વિરોધ કરાયો હતો જૂનાગઢના ઝાંઝરડા તેમજ સુખપુર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર પાંચ અને સાત જાહેર કરવામાં આવ્યું છે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે કારણ કે ટીપી સ્કીમને લાઈન ખેડૂતોની કરોડોની જમીનને નુકસાન થાય તેમ છે.ટીપી સ્કીમને લઈને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક તમામ પક્ષ અને રજૂઆતોને ધ્યાનમાં લઇ ઓનલાઈન કરવાની સૂચના આપવામાં આવી છે જે સૂચના નું ઉલ્લંઘન જુડા કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે સાથે જો તાત્કાલિક રજૂ કરવામાં નહીં આવે તો આ આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તે માટે ખેડૂતો દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક યોગ્ય કરવાની ખાતરી આપતા અંતે કિસાનો એ ધરણા કાર્યકમ સંકેલી લીધો હતો. ટીપીને કારણે ખેડૂતોને થશે નુકસાન જુડા દ્વારા ટીપી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં ટીપી યોજના લાગુ કરવામાં આવનાર છે. તે વિસ્તાર બિલકુલ ખેતરો અને ખેતી લાયક જમીનનો છે. આ વિસ્તારમાં શહેર વસાવવું આવનારા 50 વર્ષ સુધી પણ શક્ય નહીં બને તેવી જગ્યા પર જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ટીપીના બહાને ખેડૂતોની ખેતીલાયક જમીન પડાવી રહી છે, તેવો આક્ષેપ કિસાન સંઘના અગ્રણીઓએ પણ કર્યો છે.1993 માં ટીપી સ્કીમ પ્રથમ વખત લાગુ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રથમ વખત વર્ષ 1993 માં ટીપી સ્કીમ યોજના લાગુ કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12 જેટલી ટીપી સ્કીમ યોજનાઓ કાર્યરત છે, જેમાં ટીંબાવાડી ચોબારી જુનાગઢ ઝાંઝરડા જોશીપુરા સુખપુર અને શાપુર ગામનો સમાવેશ થાય છે. જેમાં 1831.33 હેક્ટર જમીન ટી.પી યોજના અંતર્ગત સામેલ કરવામાં આવી છે. આવનારા 25 વર્ષને ધ્યાને રાખીને જૂનાગઢનો વિકાસ કરી શકાય તે માટે આ ટીપી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો ખેડૂતો પહેલા દિવસથી વિરોધ કરી રહ્યા છે. ટી.પી યોજના અંતર્ગત વિકાસ જે ટી.પી યોજનાઓ મંજૂર કરવામાં આવેલી છે. તેમાં વર્ષ 2031 સુધીમાં શહેરીકરણ યોજના હેઠળ, પીવાના પાણીની જરૂરિયાત ગટર વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ લાઈટ શાળાઓ રમતગમતનું મેદાન બગીચાઓ અને તળાવના વિકાસની સાથે લોકોની પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે ટીપી યોજના બનાવવામાં આવી છે, જેમાં આર્થિક અને નબળા વર્ગના લોકોને રહેવા માટેનું મકાન ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન કરવાની જોગવાઈ પણ ટીપી સ્કીમ માં રાખવામાં આવશે.

જૂનાગઢમાં ટીપી સ્કીમ યોજનાને લઈને ઝાંઝરડાના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં ઝાંઝરડા અને સુખપુર ગામમાં ટીપી સ્કીમ લાગુ કરાતા ભારે વિરોધ
  • કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવામાં આવે તે માટે જૂડા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા
  • એક અઠવાડીયા અગાઉ પણ આજ રીતે વિરોધ કરાયો હતો

જૂનાગઢના ઝાંઝરડા તેમજ સુખપુર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર પાંચ અને સાત જાહેર કરવામાં આવ્યું છે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે કારણ કે ટીપી સ્કીમને લાઈન ખેડૂતોની કરોડોની જમીનને નુકસાન થાય તેમ છે.ટીપી સ્કીમને લઈને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક તમામ પક્ષ અને રજૂઆતોને ધ્યાનમાં લઇ ઓનલાઈન કરવાની સૂચના આપવામાં આવી છે જે સૂચના નું ઉલ્લંઘન જુડા કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે સાથે જો તાત્કાલિક રજૂ કરવામાં નહીં આવે તો આ આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તે માટે ખેડૂતો દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક યોગ્ય કરવાની ખાતરી આપતા અંતે કિસાનો એ ધરણા કાર્યકમ સંકેલી લીધો હતો.

ટીપીને કારણે ખેડૂતોને થશે નુકસાન

જુડા દ્વારા ટીપી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં ટીપી યોજના લાગુ કરવામાં આવનાર છે. તે વિસ્તાર બિલકુલ ખેતરો અને ખેતી લાયક જમીનનો છે. આ વિસ્તારમાં શહેર વસાવવું આવનારા 50 વર્ષ સુધી પણ શક્ય નહીં બને તેવી જગ્યા પર જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ટીપીના બહાને ખેડૂતોની ખેતીલાયક જમીન પડાવી રહી છે, તેવો આક્ષેપ કિસાન સંઘના અગ્રણીઓએ પણ કર્યો છે.


1993 માં ટીપી સ્કીમ પ્રથમ વખત લાગુ

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રથમ વખત વર્ષ 1993 માં ટીપી સ્કીમ યોજના લાગુ કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12 જેટલી ટીપી સ્કીમ યોજનાઓ કાર્યરત છે, જેમાં ટીંબાવાડી ચોબારી જુનાગઢ ઝાંઝરડા જોશીપુરા સુખપુર અને શાપુર ગામનો સમાવેશ થાય છે. જેમાં 1831.33 હેક્ટર જમીન ટી.પી યોજના અંતર્ગત સામેલ કરવામાં આવી છે. આવનારા 25 વર્ષને ધ્યાને રાખીને જૂનાગઢનો વિકાસ કરી શકાય તે માટે આ ટીપી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો ખેડૂતો પહેલા દિવસથી વિરોધ કરી રહ્યા છે.

ટી.પી યોજના અંતર્ગત વિકાસ

જે ટી.પી યોજનાઓ મંજૂર કરવામાં આવેલી છે. તેમાં વર્ષ 2031 સુધીમાં શહેરીકરણ યોજના હેઠળ, પીવાના પાણીની જરૂરિયાત ગટર વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ લાઈટ શાળાઓ રમતગમતનું મેદાન બગીચાઓ અને તળાવના વિકાસની સાથે લોકોની પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે ટીપી યોજના બનાવવામાં આવી છે, જેમાં આર્થિક અને નબળા વર્ગના લોકોને રહેવા માટેનું મકાન ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન કરવાની જોગવાઈ પણ ટીપી સ્કીમ માં રાખવામાં આવશે.