ShahRukh Khan News: અભિનેતાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ,મુંબઈ લઈ જવા ચાર્ટર પ્લેન તૈયાર

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યોમેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છેતમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર:મેનેજરબોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જશે.કિંગ ખાનના મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પૂજાએ લખ્યું હતું કે હું ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર. આ સાથે પૂજાએ હાથ જોડીને એક ઈમોજી બનાવી છે. શાહરુખનું શું થયું?તમને જણાવી દઈએ કે 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. KKRએ આ મેચ જીતીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ માટે શાહરૂખ બે દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. ભારે ગરમીના કારણે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું. મેચ બાદ શાહરૂખ ખાન લાંબા સમય સુધી મેદાન પર રહ્યો અને પ્રશંસકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પછી મોડી રાત્રે તેઓ તેમની ટીમ સાથે અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા. જ્યાં ટીમની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 22 મેના રોજ સવારે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેમને બપોરે 1 વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કિંગ ખાનને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શાહરૂખ 23મી મેની સાંજ અથવા રાત સુધીમાં ડિસ્ચાર્જ થઈ જશે. જો કે, આ અંગે હજુ સુધી ડોકટરો અથવા મેનેજર પૂજા તરફથી કોઈ પુષ્ટિ અથવા નિવેદન આવ્યું નથી. જુહીએ હેલ્થ અપડેટ પણ આપી જૂહી ચાવલાએ પણ શાહરૂખની હેલ્થ અપડેટ આપી અને કહ્યું હતું કે તે પહેલા કરતા સારો છે. મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચેની મેચ રમાઈ હતી. શાહરૂખ તેના બાળકો સુહાના, અબરામ અને તેની મેનેજર પૂજા દદલાની સાથે મેચ જોવા આવ્યો હતો. આ દરમિયાન શાહરૂખને હીટ સ્ટ્રોક થયો જે બાદ તેને તાત્કાલિક કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મંગળવારે રાત્રે તેમની તબિયત સારી ન હતી પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી છે. હવે તે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે. ભગવાનની કૃપાથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે IPLની ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાંથી પોતાની ટીમને સપોર્ટ કરશે. કારણ કે અમે ફાઇનલમાં પહોંચી ગયા છીએ.

ShahRukh Khan News: અભિનેતાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ,મુંબઈ લઈ જવા ચાર્ટર પ્લેન તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો
  • મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે
  • તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર:મેનેજર

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જશે.


કિંગ ખાનના મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પૂજાએ લખ્યું હતું કે હું ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર. આ સાથે પૂજાએ હાથ જોડીને એક ઈમોજી બનાવી છે.


શાહરુખનું શું થયું?

તમને જણાવી દઈએ કે 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. KKRએ આ મેચ જીતીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ માટે શાહરૂખ બે દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. ભારે ગરમીના કારણે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું. મેચ બાદ શાહરૂખ ખાન લાંબા સમય સુધી મેદાન પર રહ્યો અને પ્રશંસકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પછી મોડી રાત્રે તેઓ તેમની ટીમ સાથે અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા. જ્યાં ટીમની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

22 મેના રોજ સવારે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેમને બપોરે 1 વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કિંગ ખાનને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શાહરૂખ 23મી મેની સાંજ અથવા રાત સુધીમાં ડિસ્ચાર્જ થઈ જશે. જો કે, આ અંગે હજુ સુધી ડોકટરો અથવા મેનેજર પૂજા તરફથી કોઈ પુષ્ટિ અથવા નિવેદન આવ્યું નથી.

જુહીએ હેલ્થ અપડેટ પણ આપી

જૂહી ચાવલાએ પણ શાહરૂખની હેલ્થ અપડેટ આપી અને કહ્યું હતું કે તે પહેલા કરતા સારો છે. મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચેની મેચ રમાઈ હતી. શાહરૂખ તેના બાળકો સુહાના, અબરામ અને તેની મેનેજર પૂજા દદલાની સાથે મેચ જોવા આવ્યો હતો. આ દરમિયાન શાહરૂખને હીટ સ્ટ્રોક થયો જે બાદ તેને તાત્કાલિક કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે મંગળવારે રાત્રે તેમની તબિયત સારી ન હતી પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી છે. હવે તે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે. ભગવાનની કૃપાથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે IPLની ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાંથી પોતાની ટીમને સપોર્ટ કરશે. કારણ કે અમે ફાઇનલમાં પહોંચી ગયા છીએ.