Saurashtra Political News: સહકારથી લઈ જિલ્લા સુધી સળગી ભાજપમાં અસંતોષની આગ

ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો મોટો આરોપ જવાહર ચાવડા વિરુદ્ધ અરવિંદ લાડાણીનો લેટર આવ્યો સામેજવાહર ચાવડા પરિવાર સામે પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપમાણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા. જોકે, આ રાજકારણમાં કકળાટ સહકારથી લઈ સરકાર સુધી ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે.મળતી માહિતી મુજબ, ભાજપમાં સૌથી મોટો કકળાટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે જુનાગઢમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ મોટો આક્ષેપ કર્યો છે. ભાજપ નેતા અરવિંદ લાડાણી દ્વારા ધારાસભ્ય જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ મામલે એક પત્ર પણ જાહેર કર્યો છે. જોકે આ પત્ર તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil ને મોકલી આપ્યો છે. તે ઉપરાંત તેમણે આ પત્રમાં અનેક ભાજપ નેતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો ઉલ્લેખ કર્યો છે.રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલજોકે આ પહેલા પણ રાજકીય સ્તરે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા આમને સામને આવી ગયા છે. ભાજપમાં રહીને કોંગ્રેસ વિરુદ્ધ મત અપાવ્યાના આક્ષેપ પર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. હરિભાઈ કણસાગરાને જીતાડવાને લઇ વીડિયોમાં અપીલ કરવામાં આવી હતી. ભાજપ સામે બદલો લેવા અરવિંદ લાડણીને હરાવવા હાકલ કરી હતી. સંદેશ ન્યુઝ આ ઓડિયો ક્લિપ ની પુષ્ટિ કરતું નથીપત્રમાં શું લખવામાં આવ્યું છે?જય ભારત સાથ જણાવવાનું કે, 11 પોરબંદર લોકસભાની ચુંટણી તથા 85 માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં 4મેના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. તેમજ 6મેના રોજ નુતન જીનીંગ ફેકટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું. તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.  

Saurashtra Political News: સહકારથી લઈ જિલ્લા સુધી સળગી ભાજપમાં અસંતોષની આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો મોટો આરોપ
  • જવાહર ચાવડા વિરુદ્ધ અરવિંદ લાડાણીનો લેટર આવ્યો સામે
  • જવાહર ચાવડા પરિવાર સામે પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા. જોકે, આ રાજકારણમાં કકળાટ સહકારથી લઈ સરકાર સુધી ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે.

મળતી માહિતી મુજબ, ભાજપમાં સૌથી મોટો કકળાટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે જુનાગઢમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ મોટો આક્ષેપ કર્યો છે. ભાજપ નેતા અરવિંદ લાડાણી દ્વારા ધારાસભ્ય જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ મામલે એક પત્ર પણ જાહેર કર્યો છે. જોકે આ પત્ર તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil ને મોકલી આપ્યો છે. તે ઉપરાંત તેમણે આ પત્રમાં અનેક ભાજપ નેતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો ઉલ્લેખ કર્યો છે.

રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

જોકે આ પહેલા પણ રાજકીય સ્તરે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા આમને સામને આવી ગયા છે. ભાજપમાં રહીને કોંગ્રેસ વિરુદ્ધ મત અપાવ્યાના આક્ષેપ પર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. હરિભાઈ કણસાગરાને જીતાડવાને લઇ વીડિયોમાં અપીલ કરવામાં આવી હતી. ભાજપ સામે બદલો લેવા અરવિંદ લાડણીને હરાવવા હાકલ કરી હતી. સંદેશ ન્યુઝ આ ઓડિયો ક્લિપ ની પુષ્ટિ કરતું નથી


પત્રમાં શું લખવામાં આવ્યું છે?

જય ભારત સાથ જણાવવાનું કે, 11 પોરબંદર લોકસભાની ચુંટણી તથા 85 માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં 4મેના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. તેમજ 6મેના રોજ નુતન જીનીંગ ફેકટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું. તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.