Lok Sabha Election 2024: સુરતમાં AAPને ઝટકો, માલધારી સેલના પિયુષ દેસાઈનું રાજીનામું

માલધારી સેલના ઉપાધ્યક્ષ પિયુષ દેસાઈનું રાજીનામુંAAP વિચારધારાથી દૂર ચાલી રહી હોવાનો આક્ષેપ પિયુષ દેસાઇ 70 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે લોકસભા ચૂંટણી શરૂ થવાની સાથે જ પોતાની પાર્ટીથી નારાજ નેતાઓ અને કાર્યકરોમાં પક્ષ પલટાની ઋતુ શરૂ થઈ છે. તેમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. રોજે રોજ આપ અને કોંગ્રેસના કાર્યકરોના પાર્ટી છોડવાના સમાચાર આવતા રહે છે તો આજે પણ સુરતથી આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. આપના વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. આપ પ્રદેશ પ્રમુખને આપ્યું લેખિત રાજીનામું મળતી માહિતી પ્રમાણે,આ આમ આદમી પાર્ટીના નેતા અને માલધારી સેલના ઉપાધ્યક્ષ પિયુષ દેસાઇએ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે. પિયુષ દેસાઇએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને લેખિતમાં પોતાનું રાજીનામું આપ્યું છે. પોતાનું રાજીનામું આપતા પિયુષ દેસાઇએ પાર્ટીના ટોચના નેતૃત્વ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.પાર્ટીની કથની કરણીમાં રાત-દિવસનો ફેર  પોતાનું રાજીનામું આપતા પિયુષ દેસાઇએ લખ્યું હતું કે પાર્ટીની વિચારધારા જોઈને કાર્યકર તરીકે જોડાયો હતો તે વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ ખુદ અમલી કરતું નથી. ટોચના નેતૃત્વની કથની અને કરણીમાં રાત-દિવસનો ફેર છે. આમ આદમી પાર્ટી વિચારધારાથી ઘણી દૂર ચાલી રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં તન મન ધનથી કર્યા કરવા છતાં કોઈ કદર થતી નથી એટલે ના છૂટકે પાર્ટીના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.અનેક કાર્યકરો સાથે જોડાશે ભાજપમાં  વધુમાં જાણવા મળી રહ્યું છે કે આપ માંથી રાજીનામું આપ્યા બાદ પિયુષ દેસાઈ નાણોટા ભાજપમાં જોડાઈ શકે છે. પિયુષ દેસાઇ આજે સાંજે 7.30 વાગે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરી શકે છે. એટલું જ નહિ 70 જેટલા આપના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ શકે છે.

Lok Sabha Election 2024: સુરતમાં AAPને ઝટકો, માલધારી સેલના પિયુષ દેસાઈનું રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલધારી સેલના ઉપાધ્યક્ષ પિયુષ દેસાઈનું રાજીનામું
  • AAP વિચારધારાથી દૂર ચાલી રહી હોવાનો આક્ષેપ
  • પિયુષ દેસાઇ 70 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે

લોકસભા ચૂંટણી શરૂ થવાની સાથે જ પોતાની પાર્ટીથી નારાજ નેતાઓ અને કાર્યકરોમાં પક્ષ પલટાની ઋતુ શરૂ થઈ છે. તેમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. રોજે રોજ આપ અને કોંગ્રેસના કાર્યકરોના પાર્ટી છોડવાના સમાચાર આવતા રહે છે તો આજે પણ સુરતથી આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. આપના વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે.

આપ પ્રદેશ પ્રમુખને આપ્યું લેખિત રાજીનામું 

મળતી માહિતી પ્રમાણે,આ આમ આદમી પાર્ટીના નેતા અને માલધારી સેલના ઉપાધ્યક્ષ પિયુષ દેસાઇએ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે. પિયુષ દેસાઇએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને લેખિતમાં પોતાનું રાજીનામું આપ્યું છે. પોતાનું રાજીનામું આપતા પિયુષ દેસાઇએ પાર્ટીના ટોચના નેતૃત્વ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

પાર્ટીની કથની કરણીમાં રાત-દિવસનો ફેર 

પોતાનું રાજીનામું આપતા પિયુષ દેસાઇએ લખ્યું હતું કે પાર્ટીની વિચારધારા જોઈને કાર્યકર તરીકે જોડાયો હતો તે વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ ખુદ અમલી કરતું નથી. ટોચના નેતૃત્વની કથની અને કરણીમાં રાત-દિવસનો ફેર છે. આમ આદમી પાર્ટી વિચારધારાથી ઘણી દૂર ચાલી રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં તન મન ધનથી કર્યા કરવા છતાં કોઈ કદર થતી નથી એટલે ના છૂટકે પાર્ટીના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

અનેક કાર્યકરો સાથે જોડાશે ભાજપમાં 

વધુમાં જાણવા મળી રહ્યું છે કે આપ માંથી રાજીનામું આપ્યા બાદ પિયુષ દેસાઈ નાણોટા ભાજપમાં જોડાઈ શકે છે. પિયુષ દેસાઇ આજે સાંજે 7.30 વાગે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરી શકે છે. એટલું જ નહિ 70 જેટલા આપના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ શકે છે.