Chotila: પુત્રની વાગ્દત્તાને ભગાડીજનાર ધલમપરના શખ્સને ધમકીમળતા બન્નેએ ઝેરી દવાગટગટાવી લીધી

ચોટીલા પોલીસ મથકે સગીરાના પિતાએ વેવાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવીસારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાતા ચોટીલા પોલીસે ધરપકડ કરી રાજકોટની સાત હનુમાન ચોકડી નજીક દીનેશે ઝેરી દવા પી લીધી હતી ચોટીલાના એક પરિવારની પુત્રીની સગાઈ રાજકોટના ધમલપર ગામે રહેતા પરિવારના પુત્ર સાથે થઈ હતી. ત્યારે આ પુત્રનો પિતા સગીરાને ભગાડીને લઈ જતા સગીરાના પરિવારજનોએ ધમકી આપતા બન્નેએ રાજકોટમાં ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ આ અંગે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટ હોસ્પિટલ ધસી જઈ આરોપીની ધરપકડ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડીને લઈ જવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ ચોટીલા પંથકમાં આવા કિસ્સાઓએ માઝા મુકી છે. ત્યારે વધુ એક પોકસોની કલમો સાથેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલામાં રહેતા એક પરિવારની સગીર પુત્રીની સગાઈ રાજકોટ જિલ્લાના ધમલપર ગામના યુવાન સાથે કરવામાં આવી હતી. તા. 14ના રોજ રાતથી તા. 15ના રોજની સવાર સુધીમાં આ સગીરાને યુવાનનો પિતા દિનેશ જગદીશભાઈ સાઢમીયા ભગાડીને લઈ ગયો હતો. ચોટીલાના પરિવારને આ અંગે જાણ થતા દિનેશને ફોન કરી ધમકી આપી હતી. આથી રાજકોટની સાત હનુમાન ચોકડી નજીક દીનેશે ઝેરી દવા પી લીધી હતી. અને વધેલી દવા સગીરા પી ગઈ હતી. જેમાં બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બીજી તરફ સગીરાને ભગાડી ગયાની જાણ પરિવારે ચોટીલા પોલીસને કરતા પોલીસને લોકેશનને આધારે બન્ને હોસ્પિટલમાં હોવાની જાણ થઈ હતી. આથી ચોટીલા પોલીસે રાજકોટ દોડી જઈ આરોપી અને ભોગ બનનારને ઝડપી લીધા હતા. બનાવમાં સગીરાના પિતાએ દિનેશ જગદીશભાઈ સાઢમીયા સામે પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જયારે ચોટીલા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ ચેકઅપ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

Chotila: પુત્રની વાગ્દત્તાને ભગાડીજનાર ધલમપરના શખ્સને ધમકીમળતા બન્નેએ ઝેરી દવાગટગટાવી લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોટીલા પોલીસ મથકે સગીરાના પિતાએ વેવાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
  • સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાતા ચોટીલા પોલીસે ધરપકડ કરી
  • રાજકોટની સાત હનુમાન ચોકડી નજીક દીનેશે ઝેરી દવા પી લીધી હતી

ચોટીલાના એક પરિવારની પુત્રીની સગાઈ રાજકોટના ધમલપર ગામે રહેતા પરિવારના પુત્ર સાથે થઈ હતી. ત્યારે આ પુત્રનો પિતા સગીરાને ભગાડીને લઈ જતા સગીરાના પરિવારજનોએ ધમકી આપતા બન્નેએ રાજકોટમાં ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ આ અંગે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટ હોસ્પિટલ ધસી જઈ આરોપીની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડીને લઈ જવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ ચોટીલા પંથકમાં આવા કિસ્સાઓએ માઝા મુકી છે. ત્યારે વધુ એક પોકસોની કલમો સાથેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલામાં રહેતા એક પરિવારની સગીર પુત્રીની સગાઈ રાજકોટ જિલ્લાના ધમલપર ગામના યુવાન સાથે કરવામાં આવી હતી. તા. 14ના રોજ રાતથી તા. 15ના રોજની સવાર સુધીમાં આ સગીરાને યુવાનનો પિતા દિનેશ જગદીશભાઈ સાઢમીયા ભગાડીને લઈ ગયો હતો. ચોટીલાના પરિવારને આ અંગે જાણ થતા દિનેશને ફોન કરી ધમકી આપી હતી. આથી રાજકોટની સાત હનુમાન ચોકડી નજીક દીનેશે ઝેરી દવા પી લીધી હતી. અને વધેલી દવા સગીરા પી ગઈ હતી. જેમાં બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બીજી તરફ સગીરાને ભગાડી ગયાની જાણ પરિવારે ચોટીલા પોલીસને કરતા પોલીસને લોકેશનને આધારે બન્ને હોસ્પિટલમાં હોવાની જાણ થઈ હતી. આથી ચોટીલા પોલીસે રાજકોટ દોડી જઈ આરોપી અને ભોગ બનનારને ઝડપી લીધા હતા. બનાવમાં સગીરાના પિતાએ દિનેશ જગદીશભાઈ સાઢમીયા સામે પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જયારે ચોટીલા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ ચેકઅપ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.