ધાનાણીએ લખ્યુ રોષની આંધી રાષ્ટ્રવ્યાપી, તો ભાજપે લખ્યુ વિસર્જનTHAI JASHE...

કમલમમાં કકળાટ પર ધાનાણીએ કર્યો પ્રહારરાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારીભાજપે પણ કોંગ્રેસ વિસર્જનની કરી વાતહાલ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર કવિતા વૉર ચાલી રહ્યું છે. જેમાં પહેલા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ભાજપ પ્રહાર કર્યા હતા, જેના પર ભાજપે પણ જવાબ આપીને કોંગ્રસ પૂર્ણ થવાની વાત કરી હતી આ વચ્ચે હવે કોંગ્રેસ પરેશ ધાનાણી એ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટનાટન ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. ધાનાણીએ ટ્વિટ માં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યુ છે. ધાનાણીએ લખ્યુ રોષની આંધી હવે,રાષ્ટ્રવ્યાપી બની રહી છે. કમલમમાં કકળાટ થઈ રહ્યો છે. રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે. હાથમાં દુડી, તીડી અને પંજો લઈને ત્રણ એક્કા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે. રોષની આંધી હવે રાજ્યના સિમાડા વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે. જોકે પરેશ ધાનાણીએ પોતાના ટ્વિટમાં કોઈ પણ સમાજનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ ના થાય તે માટે ધાનાણીએ સમાજનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. જેના કારણે કોઈ વિવાદ ઊભા થાય તેવું ઈચ્છતા નથી. આ તરફ ભાજપે પણ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં ટ્વિટર પર ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન THAI JASHE...તેમ લખી કોંગ્રેસ નેતાઓના ફોટા ટ્વિટ કર્યા છે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.અગાઉ પણ કર્યા પ્રહાર તેમજ અગાઉ પક્ષ છોડીને ગયેલા નેતાઓ પર પ્રહાર કરતાં અમરેલીના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું કે, જેને અમે નથી સાચવી શક્યા, એ તમારાથી થોડા સચવાશે. હું ભાજપવાળાને કેદુનો કેતો તો કે હખણા રહેજો. તેમ કહી કટાક્ષ કર્યો હતો.

ધાનાણીએ લખ્યુ રોષની આંધી રાષ્ટ્રવ્યાપી, તો ભાજપે લખ્યુ વિસર્જનTHAI JASHE...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમલમમાં કકળાટ પર ધાનાણીએ કર્યો પ્રહાર
  • રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી
  • ભાજપે પણ કોંગ્રેસ વિસર્જનની કરી વાત
હાલ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર કવિતા વૉર ચાલી રહ્યું છે. જેમાં પહેલા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ભાજપ પ્રહાર કર્યા હતા, જેના પર ભાજપે પણ જવાબ આપીને કોંગ્રસ પૂર્ણ થવાની વાત કરી હતી આ વચ્ચે હવે કોંગ્રેસ પરેશ ધાનાણી એ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટનાટન ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. ધાનાણીએ ટ્વિટ માં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યુ છે. ધાનાણીએ લખ્યુ રોષની આંધી હવે,રાષ્ટ્રવ્યાપી બની રહી છે. કમલમમાં કકળાટ થઈ રહ્યો છે. રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે. હાથમાં દુડી, તીડી અને પંજો લઈને ત્રણ એક્કા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે. રોષની આંધી હવે રાજ્યના સિમાડા વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે.


જોકે પરેશ ધાનાણીએ પોતાના ટ્વિટમાં કોઈ પણ સમાજનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ ના થાય તે માટે ધાનાણીએ સમાજનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. જેના કારણે કોઈ વિવાદ ઊભા થાય તેવું ઈચ્છતા નથી.


આ તરફ ભાજપે પણ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં ટ્વિટર પર ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન THAI JASHE...તેમ લખી કોંગ્રેસ નેતાઓના ફોટા ટ્વિટ કર્યા છે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

અગાઉ પણ કર્યા પ્રહાર
તેમજ અગાઉ પક્ષ છોડીને ગયેલા નેતાઓ પર પ્રહાર કરતાં અમરેલીના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું કે, જેને અમે નથી સાચવી શક્યા, એ તમારાથી થોડા સચવાશે. હું ભાજપવાળાને કેદુનો કેતો તો કે હખણા રહેજો. તેમ કહી કટાક્ષ કર્યો હતો.