Suratમાં અષાઢી બીજના દિવસથી ડાયમંડ બુર્સમાં 750 ઓફિસ શરૂ કરાશે

અષાઢી બીજથી સેકન્ડ રાઉન્ડનો પ્રયાસ મહિધરપુરા હીરાબજારના આગેવાનો પણ વેપાર કરશે મુંબઈ ફ્લાઇટ ન હોવાથી વેપાર પર થઈ શકે અસર સુરત ડાયમંડ બુર્સને લઈ બીજી ઈનિંગની શરૂઆત થશે જેમાં અષાઢી બીજના દિવસથી ડાયમંડ બુર્સમાં 750 ઓફીસો શરૂ કરાશે,સુરત-મુંબઈ વચ્ચે હાલ કોઈ ફ્લાઇટ નહીં,ડાયમંડ બુર્સ મેનેજમેન્ટે પ્રાઈવેટ એરલાઈન્સ સાથે કરી બેઠક,સુરતને મુંબઈની ફ્લાઈટ મળે તે માટે પ્રયાસો કરાઈ રહ્યાં છે. અષાઢી બીજથી સેકન્ડ રાઉન્ડ નો પ્રયાસ સુરત ડાયમંડ બુર્સમાં ૭૫૦ ઓફિસો ધમધમતી કરવાની આશા છે.મહિધરપુરા હીરા બજારનાં આગેવાનો પણ સુરત ડાયમંડ બુર્સથી વેપાર શરૂ કરશે.તા.૭મી જુલાઇથી સુરત હીરા બુર્સ માં એક સાથે ૭૫૦ ઓફિસ શરૂ કરાશે.મુંબઈ-સુરત વચ્ચે ફ્લાઇટના હોવાથી સુરત ડાયમંડ બુર્સના વેપારને અસર થઈ શકે છે.સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટે પોતાની રીતે પ્રાઇવેટ એરલાઈન્સના મેનેજમેન્ટ સાથે મિટીંગ યોજી છે. ખજોદ ગામે છે બુર્સની ઓફીસ સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઓફીસો છે.આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કેમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. ચેરમેને આપ્યું હતુ રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યુ હતુ.SDBના ચેરમેન વલ્લભ લખાણી એમની મુંબઇ ઓફિસના 1200 કર્મચારીઓને સુરત ડાયમંડ બુર્સમાં લઇને આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં આ બધી કર્મચારીઓ ફરી મુંબઇ ચાલ્યા ગયા, કારણકે ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો ચાલતી જ નથી. સુરત ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો શરૂ કરવા તૈયાર નહોતા થતા. એ પછી સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ તરીકે નાગજીભાઇ સાકરીયાએ રાજીનામું આપ્યું અને એના થોડા સમય પછી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે વલ્લભભાઇ લખાણીએ પણ રાજીનામું આપી દીધું.

Suratમાં અષાઢી બીજના દિવસથી ડાયમંડ બુર્સમાં 750 ઓફિસ શરૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અષાઢી બીજથી સેકન્ડ રાઉન્ડનો પ્રયાસ
  • મહિધરપુરા હીરાબજારના આગેવાનો પણ વેપાર કરશે
  • મુંબઈ ફ્લાઇટ ન હોવાથી વેપાર પર થઈ શકે અસર

સુરત ડાયમંડ બુર્સને લઈ બીજી ઈનિંગની શરૂઆત થશે જેમાં અષાઢી બીજના દિવસથી ડાયમંડ બુર્સમાં 750 ઓફીસો શરૂ કરાશે,સુરત-મુંબઈ વચ્ચે હાલ કોઈ ફ્લાઇટ નહીં,ડાયમંડ બુર્સ મેનેજમેન્ટે પ્રાઈવેટ એરલાઈન્સ સાથે કરી બેઠક,સુરતને મુંબઈની ફ્લાઈટ મળે તે માટે પ્રયાસો કરાઈ રહ્યાં છે.

અષાઢી બીજથી સેકન્ડ રાઉન્ડ નો પ્રયાસ

સુરત ડાયમંડ બુર્સમાં ૭૫૦ ઓફિસો ધમધમતી કરવાની આશા છે.મહિધરપુરા હીરા બજારનાં આગેવાનો પણ સુરત ડાયમંડ બુર્સથી વેપાર શરૂ કરશે.તા.૭મી જુલાઇથી સુરત હીરા બુર્સ માં એક સાથે ૭૫૦ ઓફિસ શરૂ કરાશે.મુંબઈ-સુરત વચ્ચે ફ્લાઇટના હોવાથી સુરત ડાયમંડ બુર્સના વેપારને અસર થઈ શકે છે.સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટે પોતાની રીતે પ્રાઇવેટ એરલાઈન્સના મેનેજમેન્ટ સાથે મિટીંગ યોજી છે.


ખજોદ ગામે છે બુર્સની ઓફીસ

સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઓફીસો છે.આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કેમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.

ચેરમેને આપ્યું હતુ રાજીનામું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યુ હતુ.SDBના ચેરમેન વલ્લભ લખાણી એમની મુંબઇ ઓફિસના 1200 કર્મચારીઓને સુરત ડાયમંડ બુર્સમાં લઇને આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં આ બધી કર્મચારીઓ ફરી મુંબઇ ચાલ્યા ગયા, કારણકે ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો ચાલતી જ નથી. સુરત ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો શરૂ કરવા તૈયાર નહોતા થતા. એ પછી સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ તરીકે નાગજીભાઇ સાકરીયાએ રાજીનામું આપ્યું અને એના થોડા સમય પછી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે વલ્લભભાઇ લખાણીએ પણ રાજીનામું આપી દીધું.