Bhuj: ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું

બાવળની ઝાડીઓમાંથી કોકેનના 13 પેકેટ બિનવારસી મળી આવ્યા હતાએક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંગાંધીધામથી દસેક કિલોમીટર દૂર ખારીરોહરના નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી અંગેની બાતમી આધારે ગુજરાત એટીએસ, પૂર્વ કચ્છ એસઓજી, એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુપ્તરાહે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાવળની ઝાડીઓમાંથી કોકેનના 13 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે સંભવિત કોકેન ડ્રગ્સ હોવાના પ્રાથમિક અનુમાન સાથે તેની શુદ્ધતા સહિતની ચકાસણી કરવા એફએસએલની મદદ લીધી હતી. તો બીજી તરફે, વિસ્તારમાં હજુ વધુ જથ્થો હોવાની આશંકાના પગલે એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પણ ગાંધીધામ નજીકના મીઠીરોહર વિસ્તારમાંથી ડ્રગ્સના આવા જ 80 પેકેટ મળી આવ્યા હતા, જે કોકેન હોવાનું ખૂલવાની સાથે એક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. હવે, 130 કરોડનું કોકેન મળી આવ્યું છે.ખારીરોહરના નિર્જન વિસ્તારમાંથી પોલીસ દ્વારા મોટી માત્રામાં કોકેનના પેકેટ કબજે કરાયા બાદ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને એટીએસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી અને રાત સુધી તપાસ અને સર્ચ ઓપરેશન યથાવત્ રાખવામાં આવતાં વધુ જથ્થો મળવાની કે કોઈ શખસની સંડોવણી ખૂલી હોવા સહિતના તર્ક - વિતર્ક શરૂ થયા હતા.

Bhuj: ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાવળની ઝાડીઓમાંથી કોકેનના 13 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા
  • એક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું
  • એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

ગાંધીધામથી દસેક કિલોમીટર દૂર ખારીરોહરના નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી અંગેની બાતમી આધારે ગુજરાત એટીએસ, પૂર્વ કચ્છ એસઓજી, એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુપ્તરાહે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાવળની ઝાડીઓમાંથી કોકેનના 13 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે સંભવિત કોકેન ડ્રગ્સ હોવાના પ્રાથમિક અનુમાન સાથે તેની શુદ્ધતા સહિતની ચકાસણી કરવા એફએસએલની મદદ લીધી હતી. તો બીજી તરફે, વિસ્તારમાં હજુ વધુ જથ્થો હોવાની આશંકાના પગલે એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પણ ગાંધીધામ નજીકના મીઠીરોહર વિસ્તારમાંથી ડ્રગ્સના આવા જ 80 પેકેટ મળી આવ્યા હતા, જે કોકેન હોવાનું ખૂલવાની સાથે એક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. હવે, 130 કરોડનું કોકેન મળી આવ્યું છે.

ખારીરોહરના નિર્જન વિસ્તારમાંથી પોલીસ દ્વારા મોટી માત્રામાં કોકેનના પેકેટ કબજે કરાયા બાદ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને એટીએસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી અને રાત સુધી તપાસ અને સર્ચ ઓપરેશન યથાવત્ રાખવામાં આવતાં વધુ જથ્થો મળવાની કે કોઈ શખસની સંડોવણી ખૂલી હોવા સહિતના તર્ક - વિતર્ક શરૂ થયા હતા.