Ahmedabad News : AMC બોપલ અને ઘુમામાં વસૂલશે 100% ટેક્સ

40 હજાર મિલ્કતધારકો પાસેથી 100% ટેક્સ વસૂલાશે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ એડવાન્સ સુવિધા નહીં : સ્થાનિક ગટરના, વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નહીં : સ્થાનિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં 2018 માં બોપલ-ઘુમા નગરપાલિકાને ભેળવી દેવામાં આવી હતી. ત્યારે શરૂઆતનાં 3 વર્ષ બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી હવે બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.તેની સામે સ્થાનિકો આક્ષેપ છે કે,કોર્પોરેશન દ્વારા કઈ પણ સુવિધા જોઈએ એ રીતે અપાતી નથી.AMC અને AUDA સુવિધા માટે એક-બીજાને ખો આપે છે.ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી. ત્યારે હવે બોપલ-ઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહી મળે. 2021 માં બોપલ-ઘુમા નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી. શું કહેવું છે સ્થાનિકોનું સ્થાનિકોનુ કહેવું છે કે કોર્પોરેશન ટેકસ પુરો વસૂલે છે પણ સામે સુવિધાના નામે મીંડુ છે.પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી,પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર નિર્ભર રહેવુ પડે છે.તો ચોમાસામાં અને સામન્ય દિવસોમાં શાંતીપુરાથી બોપલ જતા માર્ગ પર ગટરના પાણી ભરાય છે,આ બાબતે તંત્રને અનેક વાર રૂજૂઆત કરી છત્તા કોઈ નિકાલ આવતો નથી,40 હજાર મિલકત માલિકો હવે 100 ટકા ટેક્સ ભરે છે,અમારે તો સ્વર્ગમા જવુ હતુ પણ નર્કમાં આવી ગયા હોય તેવું લાગે છે.ગટરના પાણી રોડ ઉપર ભરાતા હોવાથી બિમારી વધી છે. ત્રણ વર્ષ દરમિયાન કેટલા ટકા પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળી ત્રણ વર્ષ દરમિયાન બોપલ-ઘુમાનાં હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમા રાહત આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22 માં 75 ટકા વળતર અપાયું હતું. જ્યાપો વર્ષ 2022-23 માં 50 ટકા વળતર જ્યારે 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું. નાણાકીય વર્ષ 2021-2ના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં 75 ટકા રાહત આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું. બોપલ-ઘુમાના 40 હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો. વર્ષ 2024-25થી પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સધારકો માટેની ખાસ ત્રણ વર્ષની ટેક્સ રિબેટ યોજનાનો નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોએ મ્યુનિ. કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.મહાપાલિકાએ વધારાની રકમમાં 2021-22માં 75% વળતર આપવામાં આવશે. જેમાં 2022-23માં 50%, 2023-24માં 25% વળતર અપાશે. તો 2024-25માં ક્ષેત્રફળ મુજબ ટેક્સની નવી પદ્ધતિ લાગુ કરાશે. નગરપાલિકા, પંચાયતની રેકોર્ડ પર નોંધાયેલી મિલકતોને સ્કીમ લાગુ પડશે. બોપલ ઘુમા નગરપાલિકા વિસ્તારમાં AMC દ્વારા 40 હજાર બિલો અપાયા હતા. નર્મદાનાં પાણીનાં જોડાણ માટે કોઈ રકમ લેવાતી નથી 8 ઓકટોબર 2022ના રોજ ઔડાની બેઠક મળી હતી. જેમાં બોપલ-ઘુમાના રહેવાસીઓ પૈકી જે લોકોએ નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સમયકાળમાં પાણીનાં જોડાણ માટે રકમ ભરી હોય તેવા લોકોને નર્મદાનું પાણી મેળવવા માટેનાં જોડાણમાં કોઈ રકમ ભરવાની નહીં રહે તેવો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા વખતનાં પાણીનાં જોડાણમાં જે પાઇપલાઈન ખવાઈ ગઈ હશે કે કટાયેલી હશે તે પણ તંત્ર દ્વારા બદલી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવશે.  

Ahmedabad News : AMC બોપલ અને ઘુમામાં વસૂલશે 100% ટેક્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 40 હજાર મિલ્કતધારકો પાસેથી 100% ટેક્સ વસૂલાશે
  • એડવાન્સ ટેક્સ ભરીએ છીએ એડવાન્સ સુવિધા નહીં : સ્થાનિક
  • ગટરના, વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નહીં : સ્થાનિક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં 2018 માં બોપલ-ઘુમા નગરપાલિકાને ભેળવી દેવામાં આવી હતી. ત્યારે શરૂઆતનાં 3 વર્ષ બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી હવે બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.તેની સામે સ્થાનિકો આક્ષેપ છે કે,કોર્પોરેશન દ્વારા કઈ પણ સુવિધા જોઈએ એ રીતે અપાતી નથી.AMC અને AUDA સુવિધા માટે એક-બીજાને ખો આપે છે.ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી. ત્યારે હવે બોપલ-ઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહી મળે. 2021 માં બોપલ-ઘુમા નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી.

શું કહેવું છે સ્થાનિકોનું

સ્થાનિકોનુ કહેવું છે કે કોર્પોરેશન ટેકસ પુરો વસૂલે છે પણ સામે સુવિધાના નામે મીંડુ છે.પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી,પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર નિર્ભર રહેવુ પડે છે.તો ચોમાસામાં અને સામન્ય દિવસોમાં શાંતીપુરાથી બોપલ જતા માર્ગ પર ગટરના પાણી ભરાય છે,આ બાબતે તંત્રને અનેક વાર રૂજૂઆત કરી છત્તા કોઈ નિકાલ આવતો નથી,40 હજાર મિલકત માલિકો હવે 100 ટકા ટેક્સ ભરે છે,અમારે તો સ્વર્ગમા જવુ હતુ પણ નર્કમાં આવી ગયા હોય તેવું લાગે છે.ગટરના પાણી રોડ ઉપર ભરાતા હોવાથી બિમારી વધી છે.


ત્રણ વર્ષ દરમિયાન કેટલા ટકા પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળી

ત્રણ વર્ષ દરમિયાન બોપલ-ઘુમાનાં હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમા રાહત આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22 માં 75 ટકા વળતર અપાયું હતું. જ્યાપો વર્ષ 2022-23 માં 50 ટકા વળતર જ્યારે 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું. નાણાકીય વર્ષ 2021-2ના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં 75 ટકા રાહત આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું. બોપલ-ઘુમાના 40 હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો.


વર્ષ 2024-25થી પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે

આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સધારકો માટેની ખાસ ત્રણ વર્ષની ટેક્સ રિબેટ યોજનાનો નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોએ મ્યુનિ. કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.મહાપાલિકાએ વધારાની રકમમાં 2021-22માં 75% વળતર આપવામાં આવશે. જેમાં 2022-23માં 50%, 2023-24માં 25% વળતર અપાશે. તો 2024-25માં ક્ષેત્રફળ મુજબ ટેક્સની નવી પદ્ધતિ લાગુ કરાશે. નગરપાલિકા, પંચાયતની રેકોર્ડ પર નોંધાયેલી મિલકતોને સ્કીમ લાગુ પડશે. બોપલ ઘુમા નગરપાલિકા વિસ્તારમાં AMC દ્વારા 40 હજાર બિલો અપાયા હતા.

નર્મદાનાં પાણીનાં જોડાણ માટે કોઈ રકમ લેવાતી નથી

8 ઓકટોબર 2022ના રોજ ઔડાની બેઠક મળી હતી. જેમાં બોપલ-ઘુમાના રહેવાસીઓ પૈકી જે લોકોએ નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સમયકાળમાં પાણીનાં જોડાણ માટે રકમ ભરી હોય તેવા લોકોને નર્મદાનું પાણી મેળવવા માટેનાં જોડાણમાં કોઈ રકમ ભરવાની નહીં રહે તેવો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા વખતનાં પાણીનાં જોડાણમાં જે પાઇપલાઈન ખવાઈ ગઈ હશે કે કટાયેલી હશે તે પણ તંત્ર દ્વારા બદલી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવશે.