પ્રધાનમંત્રી માતૃ વંદનાના લાભાર્થીઓને છેતરવા માટે ફ્રોડકોલનો સિલસિલો

ગ્રામજનો-લાભાર્થીઓને સાવધાન કરવા માટે તંત્રને સુચનાઆરોગ્ય વિભાગમાંથી લાભ આપવામાં આવશે તેમ કહીને ઓટીપી લઇને બેંકમાંથી રૃપિયા ઉપડી જતા હોવાની ફરિયાદગાંધીનગર :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની લાભાર્થીઓને આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના-નમોશ્રી યોજના અંતર્ગત ઘણા ગૃ્રપ કે વ્યક્તિઓ દ્વારા લાભાર્થીઓને ફોન કરીને યોજાનો લાભ મળ્યો છે કે નહીં ? અને ના મળેલ હોય તો અમે આપને લાભ અપાવી આપીશુ તેવું કહીં લાભાર્થીના આધારકાર્ડ, બેન્કની વિગત તેમજ ઓટીપી માંગવામાં આવે છે.એટલુ જ નહીં,લાભાર્થીના બેંક ખાતામાંથી નાણા ઉપડી ગયાના કિસ્સાઓ જિલ્લા-કોર્પોરેશનમાંથી જાણવા મળ્યો છે.જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરીને અને લાભાર્થીઓને આ પ્રકારે ઓટીપી કોઇને નહીં આપવા માટે સુચન કરવામાં આવ્યું છે.રાજ્યકક્ષાએથી આવી કોઇ પણ વિગતો માંગવામાં આવતી નથી તેઓ આરોગ્ય તંત્રએ ખુલાસો કર્યો છે. એટલુ જ નહીં, જિલ્લા કે કોર્પોરેશનમાં એફએચડબલ્યુ-આશા દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે નમોશ્રીના તમામ લાભાર્થીઓને આવા ફ્રોડકોલ અંગે બિનચૂક માહિતગાર કરવા માટે પણ આરોગ્ય તંત્રએ લેખિતમાં સુચના આપી છે. આ અંગે જિલ્લા-કોર્પોરેશન દ્વારા તમામ આશા દ્વારા લાભાર્થી સુધી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલીકરણની વિગતો દરમ્યાન અવશ્ય આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.એટલુ જ નહીં, આ બાબતે નિષ્કાળજી દાખવનાર કર્મચારી અધિકારી સામે પણ પગલાં લેવા માટે પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકે લેખિતમાં તમામ જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને સુચના આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી માતૃ વંદનાના લાભાર્થીઓને છેતરવા માટે ફ્રોડકોલનો સિલસિલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગ્રામજનો-લાભાર્થીઓને સાવધાન કરવા માટે તંત્રને સુચના

આરોગ્ય વિભાગમાંથી લાભ આપવામાં આવશે તેમ કહીને ઓટીપી લઇને બેંકમાંથી રૃપિયા ઉપડી જતા હોવાની ફરિયાદ

ગાંધીનગર :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની લાભાર્થીઓને આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના-નમોશ્રી યોજના અંતર્ગત ઘણા ગૃ્રપ કે વ્યક્તિઓ દ્વારા લાભાર્થીઓને ફોન કરીને યોજાનો લાભ મળ્યો છે કે નહીં ? અને ના મળેલ હોય તો અમે આપને લાભ અપાવી આપીશુ તેવું કહીં લાભાર્થીના આધારકાર્ડ, બેન્કની વિગત તેમજ ઓટીપી માંગવામાં આવે છે.એટલુ જ નહીં,લાભાર્થીના બેંક ખાતામાંથી નાણા ઉપડી ગયાના કિસ્સાઓ જિલ્લા-કોર્પોરેશનમાંથી જાણવા મળ્યો છે.

જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરીને અને લાભાર્થીઓને આ પ્રકારે ઓટીપી કોઇને નહીં આપવા માટે સુચન કરવામાં આવ્યું છે.રાજ્યકક્ષાએથી આવી કોઇ પણ વિગતો માંગવામાં આવતી નથી તેઓ આરોગ્ય તંત્રએ ખુલાસો કર્યો છે. એટલુ જ નહીં, જિલ્લા કે કોર્પોરેશનમાં એફએચડબલ્યુ-આશા દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે નમોશ્રીના તમામ લાભાર્થીઓને આવા ફ્રોડકોલ અંગે બિનચૂક માહિતગાર કરવા માટે પણ આરોગ્ય તંત્રએ લેખિતમાં સુચના આપી છે. આ અંગે જિલ્લા-કોર્પોરેશન દ્વારા તમામ આશા દ્વારા લાભાર્થી સુધી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલીકરણની વિગતો દરમ્યાન અવશ્ય આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.એટલુ જ નહીં, આ બાબતે નિષ્કાળજી દાખવનાર કર્મચારી અધિકારી સામે પણ પગલાં લેવા માટે પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકે લેખિતમાં તમામ જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને સુચના આપવામાં આવી છે.