Ahmedabad: 7,500ની ભરતી થશે તો પણ હાઈસ્કૂલમાં 8હજાર જેટલી જગ્યા ખાલી રહેશે

રાજ્યની હાઈસ્કૂલોમાં 15 હજારથી વધુ જગ્યા ખાલી, હજુ વધશેહાલમાં ખાલી જગ્યાઓમાં 8,969 જ્ઞાનસહાયક, 6,390 જગ્યા સાવ ખાલી જ ધોરણ.10માં વધુ વિદ્યાર્થી પાસ થતાં અનેક શાળાઓમાં વર્ગોની સંખ્યા વધશે ટેટ-ટાટ પાસ થયેલા બેકાર ઉમેદવારોના આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા ધોરણ.9થી 12માં કુલ 7,500 જગ્યા પર કાયમી શિક્ષકની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકાર દ્વારા 7,500 જગ્યા પર ભરતી કરવામાં આવે તો પણ હાઈસ્કૂલમાં 8 હજાર જેટલી જગ્યા ખાલી જ રહેશે.કારણ કે, અત્યારે હાઈસ્કૂલોમાં 15 હજારથી વધુ જગ્યા ખાલી પડી છે અને બીજી તરફ ધોરણ.10માં વધુ વિદ્યાર્થી પાસ થતાં અનેક શાળાઓમાં વર્ગોની સંખ્યા વધશે. જેના કારણે શિક્ષકોની ખાલી જગ્યાની સંખ્યામાં પણ હજુ મોટો ઉમેરો થશે. હાલની સ્થિતિએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 8,969 જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવામાં આવેલી છે. એ સિવાય 6,390 જગ્યા સાવ ખાલી છે, જેમાં નવા જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. TET અને TAT પાસ ઉમેદવારો દ્વારા મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ભારે વિરોધ નોંધાવી આંદોલનનુ એલાન કરાયું હતુ. એ પછી બુધવારના રોજ મળેલી કેબિનેટમાં ધોરણ.9થી 12માં 7,500 જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવાયો હતો, જેની સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ પ્રાથમિકમાં ભરતી અંગેના નવા નિયમો ઘડયાં બાદ જાહેરાત કરવાનું આશ્વાસન અપાયું હતું. અત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 15 હજારથી વધુ જગ્યા કાયમી શિક્ષક વિનાની છે. માધ્યમિક શાળાઓમાં કુલ 7,324 જગ્યા ખાલી પડી છે, જેમાં 5,250 જગ્યા પર જ્ઞાન સહાયકની નિયુક્તિ કરાઈ છે જ્યારે 2,074 જગ્યામાં એકપણ શિક્ષક નથી. ઉચ્ચતર માધ્યમિકમાં 8,035 જગ્યા ખાલી છે,

Ahmedabad: 7,500ની ભરતી થશે તો પણ હાઈસ્કૂલમાં 8હજાર જેટલી જગ્યા ખાલી રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યની હાઈસ્કૂલોમાં 15 હજારથી વધુ જગ્યા ખાલી, હજુ વધશે
  • હાલમાં ખાલી જગ્યાઓમાં 8,969 જ્ઞાનસહાયક, 6,390 જગ્યા સાવ ખાલી જ
  • ધોરણ.10માં વધુ વિદ્યાર્થી પાસ થતાં અનેક શાળાઓમાં વર્ગોની સંખ્યા વધશે

ટેટ-ટાટ પાસ થયેલા બેકાર ઉમેદવારોના આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા ધોરણ.9થી 12માં કુલ 7,500 જગ્યા પર કાયમી શિક્ષકની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકાર દ્વારા 7,500 જગ્યા પર ભરતી કરવામાં આવે તો પણ હાઈસ્કૂલમાં 8 હજાર જેટલી જગ્યા ખાલી જ રહેશે.

કારણ કે, અત્યારે હાઈસ્કૂલોમાં 15 હજારથી વધુ જગ્યા ખાલી પડી છે અને બીજી તરફ ધોરણ.10માં વધુ વિદ્યાર્થી પાસ થતાં અનેક શાળાઓમાં વર્ગોની સંખ્યા વધશે. જેના કારણે શિક્ષકોની ખાલી જગ્યાની સંખ્યામાં પણ હજુ મોટો ઉમેરો થશે. હાલની સ્થિતિએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 8,969 જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવામાં આવેલી છે. એ સિવાય 6,390 જગ્યા સાવ ખાલી છે, જેમાં નવા જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. TET અને TAT પાસ ઉમેદવારો દ્વારા મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ભારે વિરોધ નોંધાવી આંદોલનનુ એલાન કરાયું હતુ. એ પછી બુધવારના રોજ મળેલી કેબિનેટમાં ધોરણ.9થી 12માં 7,500 જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવાયો હતો, જેની સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ પ્રાથમિકમાં ભરતી અંગેના નવા નિયમો ઘડયાં બાદ જાહેરાત કરવાનું આશ્વાસન અપાયું હતું. અત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 15 હજારથી વધુ જગ્યા કાયમી શિક્ષક વિનાની છે. માધ્યમિક શાળાઓમાં કુલ 7,324 જગ્યા ખાલી પડી છે, જેમાં 5,250 જગ્યા પર જ્ઞાન સહાયકની નિયુક્તિ કરાઈ છે જ્યારે 2,074 જગ્યામાં એકપણ શિક્ષક નથી. ઉચ્ચતર માધ્યમિકમાં 8,035 જગ્યા ખાલી છે,