Jamnagar News: જામસાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી ન રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની ચોથી જાહેર સભાઆજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ બે દિવસમાં પીએમ મોદીનું 6 જાહેર સભાઓને સંબોધન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં જામનગર ખાતે આજની પોતાની ચોથી જાહેર સભાને સંબોધન કરશે. ગઇકાલે પીએમ મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું તો આજે, આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ એક કુલ ત્રણ જાહેરસભાઓ સંબોધી હતી. તો હવે, પીએમ મોદી આજની પોતાની ચોથી અને ગુજરાત પ્રવાસની છઠ્ઠી અને અંતિમ જાહેરસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. તો આજે, જામનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભાને લઈને સભાસ્થળની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં પીએમ મોદી જામનગર પહોંચી જશે.કોંગ્રેસ કેમ નથી આપતી જવાબ?કોંગ્રેસ લખીને આપશે કે સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસલમાનોને અનામત નહીં આપે, ધર્મના આધાર પર અનામત આપીને SC,ST અને OBCનો હક નહીં છિનવે, કોંગ્રેસની જે રાજ્ય સરકાર છે તે OBC ક્વોટોમાંથી મુસ્લિમોનો સમાવેશ કરવાનો એજન્ડા નહીં ચલાવે.રાજવીઓની યાદમાં હું મ્યુઝિયમ બનાવીશ ક્ષત્રિયોના યોગદાનને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમનું બલિદાન કોઇ જ ન ભૂલી શકે. હું એ રાજવીઓની યાદમાં મ્યુઝિયમ બનાવીશ. તેમણે વધુમાં જણાવ્યું કે હવે તો આપણે દુનિયામાં ડંકો વગાડવાનો છે. 2014માં એક ચા વાળો આવ્યો એની રગે રગમાં ગુજરાતી છે. મનમાં રહેલા સંકલ્પને ત્રીજા ટર્મમાં પુરા કરવા છે. હિન્દુસ્તાનને દુનિયાની ટોપ 3 અર્થવ્યવસ્થામાં લાવીશ. દુનિયામાં કોઇની સામે હાથ ફેલાવવો ન પડે એવું ભારત બનાવવું છે.કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપપીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો ત્યારે મેં દેશને સાવચેત કર્યો હતો. કોંગ્રેસનો મેનિફેસ્ટો દેશ માટે ખતરાની ઘંટી છે. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ જોઈ રહ્યો છું. પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર તો જામનગરથી પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શહેઝાદા વિદેશમાં જઇને ભારતને બદનામ કરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે જે ઇતિહાસ ભૂલે એ ઇતિહાસ ક્યારેય ન બનાવી શકે. પીએમ મોદીએ રાહુલ ગાંધીના ખટાખટવાળા નિવેદન પર હુમલો કરતાં કહ્યું કે જેમને દરેક સમસ્યાનું સોલ્યુશન ખટાખટમાં દેખાય છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના વોટ જેહાદની વાત કરે છે. જેહાદના નામ પર આતંકી હુમલાઓ થતા હતા. કાશ્મીરમાં અલગાવવાદીઓની મહેમાનગતિ કરતાં હતા તે સમયના વડાપ્રધાન. ભૂચલ મોરીના યુદ્ધની વાતને PM મોદીએ કરી યાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભુચલ મોરીના યુદ્ધને યાદ કરતાં કહ્યું કે પહેલા મુખ્યમંત્રી જો એ કાર્યક્રમમાં જાય તો ખુરશી જાય એવી વાત હતી. મે ભૂચર મોરીના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. ક્ષત્રિય સમાજના બલિદાનને હું ક્યારેય ન ભૂલી શકું. તો વધુમાં વડાપ્રધાન મોદીએ જામનગરના રાજા દિગ્વિજયસિંહને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે યોગદાન આપ્યું છે. ક્ષત્રિયોના યોગદાનને કોઇ જ ન ભૂલી શકે. હવે તો આપણે દુનિયામાં ડંકો વગાડવાનો છેજામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી. જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ છે. જામસાહેબે પાઘડી પહેરાવી પછી કઈ બાકી ન રહે. જામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે. જામસાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે.  જામસાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદીજામનગરની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે જામસાહેબને મળવા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી જામનગરના પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા છે. હાલ અત્યારે પીએમ મોદી જામસાહેબ સાથે તેમના શરુ સેક્સન ખાતે બંગલે  ચર્ચા કરી હતી. તો જામસાહેબની મુલાકાતને લઈને પીએમ મોદીએ ટ્વિટ પણ કર્યું હતું.  આણંદથી કોંગ્રેસ પર પ્રહાર આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આણંદથી પીએમ મોદીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, INDI ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે'. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહી ક્લિક કરો સુરેન્દ્રનગરથી પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ પીએમ મોદીએ સવારે આણંદમાં સભા સંબોધ્યા બાદ હવે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. ત્યારે, સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'કોંગ્રેસ રામ અને શિવ ભક્તોને લડાવવા માગે છે', ત્યારે સાંભળી લો.. રામને ખતમ કરવા નીકળેલા ના શું હાલ થયા છે'.જૂનાગઢમાં ગરાજ્યા પીએમ મોદી આણંદ અને સુરેન્દ્રનગરની જાહેર સભામાં સંબોધન કર્યા બાદ બપોરે વડાપ્રધાન મોદી જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હું તો વિચારીને ક્યારેક કાંપી ઉઠું છું કે, સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હતો. આ મારા ગીરના સિંહ દુનિયાની સામે ગર્જના કરે છે તે આપણી પાસે ન હોત. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી.

Jamnagar News: જામસાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી ન રહે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની ચોથી જાહેર સભા
  • આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ 
  • બે દિવસમાં પીએમ મોદીનું 6 જાહેર સભાઓને સંબોધન 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં જામનગર ખાતે આજની પોતાની ચોથી જાહેર સભાને સંબોધન કરશે. ગઇકાલે પીએમ મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું તો આજે, આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ એક કુલ ત્રણ જાહેરસભાઓ સંબોધી હતી. તો હવે, પીએમ મોદી આજની પોતાની ચોથી અને ગુજરાત પ્રવાસની છઠ્ઠી અને અંતિમ જાહેરસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. તો આજે, જામનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભાને લઈને સભાસ્થળની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં પીએમ મોદી જામનગર પહોંચી જશે.

કોંગ્રેસ કેમ નથી આપતી જવાબ?

કોંગ્રેસ લખીને આપશે કે સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસલમાનોને અનામત નહીં આપે, ધર્મના આધાર પર અનામત આપીને SC,ST અને OBCનો હક નહીં છિનવે, કોંગ્રેસની જે રાજ્ય સરકાર છે તે OBC ક્વોટોમાંથી મુસ્લિમોનો સમાવેશ કરવાનો એજન્ડા નહીં ચલાવે.

રાજવીઓની યાદમાં હું મ્યુઝિયમ બનાવીશ

ક્ષત્રિયોના યોગદાનને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમનું બલિદાન કોઇ જ ન ભૂલી શકે. હું એ રાજવીઓની યાદમાં મ્યુઝિયમ બનાવીશ. તેમણે વધુમાં જણાવ્યું કે હવે તો આપણે દુનિયામાં ડંકો વગાડવાનો છે. 2014માં એક ચા વાળો આવ્યો એની રગે રગમાં ગુજરાતી છે. મનમાં રહેલા સંકલ્પને ત્રીજા ટર્મમાં પુરા કરવા છે. હિન્દુસ્તાનને દુનિયાની ટોપ 3 અર્થવ્યવસ્થામાં લાવીશ. દુનિયામાં કોઇની સામે હાથ ફેલાવવો ન પડે એવું ભારત બનાવવું છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો ત્યારે મેં દેશને સાવચેત કર્યો હતો. કોંગ્રેસનો મેનિફેસ્ટો દેશ માટે ખતરાની ઘંટી છે. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ જોઈ રહ્યો છું.

પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર 

તો જામનગરથી પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શહેઝાદા વિદેશમાં જઇને ભારતને બદનામ કરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે જે ઇતિહાસ ભૂલે એ ઇતિહાસ ક્યારેય ન બનાવી શકે. પીએમ મોદીએ રાહુલ ગાંધીના ખટાખટવાળા નિવેદન પર હુમલો કરતાં કહ્યું કે જેમને દરેક સમસ્યાનું સોલ્યુશન ખટાખટમાં દેખાય છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના વોટ જેહાદની વાત કરે છે. જેહાદના નામ પર આતંકી હુમલાઓ થતા હતા. કાશ્મીરમાં અલગાવવાદીઓની મહેમાનગતિ કરતાં હતા તે સમયના વડાપ્રધાન. 

ભૂચલ મોરીના યુદ્ધની વાતને PM મોદીએ કરી યાદ

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભુચલ મોરીના યુદ્ધને યાદ કરતાં કહ્યું કે પહેલા મુખ્યમંત્રી જો એ કાર્યક્રમમાં જાય તો ખુરશી જાય એવી વાત હતી. મે ભૂચર મોરીના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. ક્ષત્રિય સમાજના બલિદાનને હું ક્યારેય ન ભૂલી શકું. તો વધુમાં વડાપ્રધાન મોદીએ જામનગરના રાજા દિગ્વિજયસિંહને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે યોગદાન આપ્યું છે. ક્ષત્રિયોના યોગદાનને કોઇ જ ન ભૂલી શકે. હવે તો આપણે દુનિયામાં ડંકો વગાડવાનો છે

જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ: પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી. જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ છે. જામસાહેબે પાઘડી પહેરાવી પછી કઈ બાકી ન રહે. જામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે. જામસાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે.  


જામસાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી

જામનગરની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે જામસાહેબને મળવા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી જામનગરના પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા છે. હાલ અત્યારે પીએમ મોદી જામસાહેબ સાથે તેમના શરુ સેક્સન ખાતે બંગલે  ચર્ચા કરી હતી. તો જામસાહેબની મુલાકાતને લઈને પીએમ મોદીએ ટ્વિટ પણ કર્યું હતું. 

આણંદથી કોંગ્રેસ પર પ્રહાર 

આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આણંદથી પીએમ મોદીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, INDI ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે'. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહી ક્લિક કરો

સુરેન્દ્રનગરથી પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ 

પીએમ મોદીએ સવારે આણંદમાં સભા સંબોધ્યા બાદ હવે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. ત્યારે, સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'કોંગ્રેસ રામ અને શિવ ભક્તોને લડાવવા માગે છે', ત્યારે સાંભળી લો.. રામને ખતમ કરવા નીકળેલા ના શું હાલ થયા છે'.

જૂનાગઢમાં ગરાજ્યા પીએમ મોદી 

આણંદ અને સુરેન્દ્રનગરની જાહેર સભામાં સંબોધન કર્યા બાદ બપોરે વડાપ્રધાન મોદી જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હું તો વિચારીને ક્યારેક કાંપી ઉઠું છું કે, સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હતો. આ મારા ગીરના સિંહ દુનિયાની સામે ગર્જના કરે છે તે આપણી પાસે ન હોત. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી.