Gujarat Weather: રાજ્યમાં ચોમાસુ બેસવાની હવામાન વિભાગે કરી આગાહી

31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. જલ્દી જ કેરળમાં ચોમાસુ દસ્તક આપશે. તેમાં 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી ગુજરાતમાં વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને ધૂળની ડમરીઓ ઊડી હોવાના સમાચાર છે. અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એક જ દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત મળી હતી. વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ ઉલ્લેખનિય છે કે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. 19 મેથી આંદામાનમાં ચોમાસુ દસ્તક દેશે. એક જુને નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે. આ વચ્ચે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

Gujarat Weather: રાજ્યમાં ચોમાસુ બેસવાની હવામાન વિભાગે કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે
  • વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી
  • કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે

હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. જલ્દી જ કેરળમાં ચોમાસુ દસ્તક આપશે. તેમાં 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.

વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી

ગુજરાતમાં વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને ધૂળની ડમરીઓ ઊડી હોવાના સમાચાર છે. અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.

કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે

સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એક જ દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત મળી હતી.

વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. 19 મેથી આંદામાનમાં ચોમાસુ દસ્તક દેશે. એક જુને નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે. આ વચ્ચે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.