Godhra: શહેરમાં જોવા મળ્યુ 'ખાડા રાજ', તંત્ર સામે લોકો રોષે ભરાયા

ગોધરા શહેરમાં અનેક રસ્તા પર મસમોટા ખાડાગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત ગોધરા શહેરમાં માર્ગો ઉપર ચોમાસામાં પ્રથમ વરસાદે જ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદી પાણી અને ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગો અને ખાડાઓમાં ભરાઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકો પટકાઈ પણ રહ્યા છે. શહેરના અનેક માર્ગોની હાલત બદતર આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો ખાડા રાજમાંથી કાયમી મુક્તિ મળે એવી માંગણી કરી રહ્યા છે. શહેરના એસપી રોડ,શહેરા ભાગોળ, બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદતર બની છે. ગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની છે. મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય ગોધરાના શહેરા ભાગોળ, એસપી રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે. બીજી તરફ ગોધરા શહેરમાં વરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઈજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. પ્રિ મોન્સૂન કામગીરીની ખુલી પોલ શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે, જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમગ્ર સર્જીત સ્થિતિ થકી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી ગોધરા શહેરના માર્ગો ઉપર જોગવાઈનો એક ભાગ બની રહી હોય એવું લાગી રહ્યું છે.

Godhra: શહેરમાં જોવા મળ્યુ 'ખાડા રાજ', તંત્ર સામે લોકો રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોધરા શહેરમાં અનેક રસ્તા પર મસમોટા ખાડા
  • ગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની
  • પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત

ગોધરા શહેરમાં માર્ગો ઉપર ચોમાસામાં પ્રથમ વરસાદે જ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદી પાણી અને ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગો અને ખાડાઓમાં ભરાઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકો પટકાઈ પણ રહ્યા છે.

શહેરના અનેક માર્ગોની હાલત બદતર

આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો ખાડા રાજમાંથી કાયમી મુક્તિ મળે એવી માંગણી કરી રહ્યા છે. શહેરના એસપી રોડ,શહેરા ભાગોળ, બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદતર બની છે. ગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની છે.

મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય

ગોધરાના શહેરા ભાગોળ, એસપી રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે. બીજી તરફ ગોધરા શહેરમાં વરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઈજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે.

પ્રિ મોન્સૂન કામગીરીની ખુલી પોલ

શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે, જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમગ્ર સર્જીત સ્થિતિ થકી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી ગોધરા શહેરના માર્ગો ઉપર જોગવાઈનો એક ભાગ બની રહી હોય એવું લાગી રહ્યું છે.