ChotaUdaipur:છોટાઉદેપુરમાં હાટમાં રેલી-નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ

શનિવારી હાટમાં લોકોને મતદાનનું મહત્વ સમજાવાયુંપરંપરાગત નાટય-સંગીત જોવા માટે માનવ મહેરામણ ઊમટયું મતદાન નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન     લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તા 07-05-2024 ના રોજ મતદાન થનાર છે, આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.    છોટાઉદેપુર શહેરના સરદાર બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.     આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રેલી તથા નાટય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે અચુક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

ChotaUdaipur:છોટાઉદેપુરમાં હાટમાં રેલી-નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શનિવારી હાટમાં લોકોને મતદાનનું મહત્વ સમજાવાયું
  • પરંપરાગત નાટય-સંગીત જોવા માટે માનવ મહેરામણ ઊમટયું
  • મતદાન નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન

    લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તા 07-05-2024 ના રોજ મતદાન થનાર છે, આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

   છોટાઉદેપુર શહેરના સરદાર બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.

    આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રેલી તથા નાટય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે અચુક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા