Rajkotના ઉપલેટામાં કોલેરાથી 5ના મોતની ઘટનામાં આરોગ્ય વિભાગે અલગ-અલગ જગ્યાએ હાથધરી તપાસ

પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવુ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં તપાસ કરવામાં આવી અલગ-અલગ 11 કારખાનાઓમાં તપાસ કરવામાં આવી 27 લોકોને ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા હતા રાજકોટના ઉપલેટામાં કોલેરાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.આરોગ્ય વિભાગે 37 ટીમ બનાવી 10 કિમીના આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે.તો 6 કારખાનને સિલ કરવામાં આવ્યા છે. 16 જુનથી ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.પાણી પીવા લાયક ના હોવાના કારણે કારખાનાઓ સિલ કરવામાં આવ્યા છે.કારખાનામાં હાથધરી તપાસ ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઇ જતા અને ચાર માસૂમ બાળકોના મૃત્યુ નીપજ્યાની કરુણાંતિકા સર્જાયા બાદ જાગેલા વહીવટી તંત્રે આકરી કાર્યવાહી કરી છ કારખાના સીલ કરી દીધા છે તેમજ આ ફેક્ટરીના માલિકોને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપી આકરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોની તપાસણી દરમિયાન સાત ફેક્ટરીમાંથી કોલેરા અને ઝાડા-ઊલટીના કુલ 47 કેસ મળી આવ્યા હતા. દરમિયાન છ ફેક્ટરીમાંથી લેવાયેલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું વધુ પ્રમાણ અને બીમારી ફેલાવતા તત્ત્વો મળી આવતા તેમની સામે ઇન્ડસ્ટ્રિયલ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વચ્છતા, સફાઇ સહિતના મુદ્દે નોટિસ આપી છે. આ છ ફેક્ટરીઓ સીલ કરી છેઉપલેટા મામલતદારે હીરામોતી, સંસ્કાર પોલીમર્સ, ખોડિયાર, ઘનશ્યામ, અર્ચના પોલીમર્સ અને આશ્રય પોલીમર્સને સીલ કરી દીધી છે. ફેક્ટરીના માલિકો સામે કોર્ટ કેસ સહિતની આકરી કાર્યવાહી તોળાઇ રહી છે.રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે. 

Rajkotના ઉપલેટામાં કોલેરાથી 5ના મોતની ઘટનામાં આરોગ્ય વિભાગે અલગ-અલગ જગ્યાએ હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવુ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં તપાસ કરવામાં આવી
  • અલગ-અલગ 11 કારખાનાઓમાં તપાસ કરવામાં આવી
  • 27 લોકોને ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા હતા

રાજકોટના ઉપલેટામાં કોલેરાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.આરોગ્ય વિભાગે 37 ટીમ બનાવી 10 કિમીના આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે.તો 6 કારખાનને સિલ કરવામાં આવ્યા છે. 16 જુનથી ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.પાણી પીવા લાયક ના હોવાના કારણે કારખાનાઓ સિલ કરવામાં આવ્યા છે.

કારખાનામાં હાથધરી તપાસ

ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઇ જતા અને ચાર માસૂમ બાળકોના મૃત્યુ નીપજ્યાની કરુણાંતિકા સર્જાયા બાદ જાગેલા વહીવટી તંત્રે આકરી કાર્યવાહી કરી છ કારખાના સીલ કરી દીધા છે તેમજ આ ફેક્ટરીના માલિકોને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપી આકરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોની તપાસણી દરમિયાન સાત ફેક્ટરીમાંથી કોલેરા અને ઝાડા-ઊલટીના કુલ 47 કેસ મળી આવ્યા હતા. દરમિયાન છ ફેક્ટરીમાંથી લેવાયેલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું વધુ પ્રમાણ અને બીમારી ફેલાવતા તત્ત્વો મળી આવતા તેમની સામે ઇન્ડસ્ટ્રિયલ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વચ્છતા, સફાઇ સહિતના મુદ્દે નોટિસ આપી છે.

આ છ ફેક્ટરીઓ સીલ કરી છે

ઉપલેટા મામલતદારે હીરામોતી, સંસ્કાર પોલીમર્સ, ખોડિયાર, ઘનશ્યામ, અર્ચના પોલીમર્સ અને આશ્રય પોલીમર્સને સીલ કરી દીધી છે. ફેક્ટરીના માલિકો સામે કોર્ટ કેસ સહિતની આકરી કાર્યવાહી તોળાઇ રહી છે.રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે.