Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાલ્કની ઘરાશાયી, મહિલાની હાલત નાજુક

ઇન્દિરા આવાસ યોજનાની ત્રીજા માળની બાલ્કની ધરાશાયી 45 વર્ષીય નયના જાદવ બાલ્કની સાથે નીચે પટકાયા નયનાબેનને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગેલેરી ઘરાશાયી થતાં 45 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત થયા હતા અને જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં તાત્કાલિત ખસેડવામાં આવ્યા હતા. જમીન પર પટકાતા ઘાયલ થયેલ નયનાબેનને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. કારેલીબાગ વિજયનગર સ્થિત ઇન્દિરા આવાસ યોજનાની ત્રીજા માળની બાલ્કની ધરાશાઇ થઈ હતી અને જેમાં 45 વર્ષીય નયના જાદવ બાલ્કની સાથે નીચે પટકાયા હતા તેમની હાલત નાજુક બતાવવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, તેઓ વરસાદ જોવા માટે બાલ્કનીમાં ઉભા હતા અને આ દરમિયાન આ ઘટના બની હતી. ગુજરાતના ઘણા શહેરોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર રીતે વરસી રહ્યા છે. વડોદરા શહેરમાં વરસાદ વરસ્યોતમને જણાવી દઈએ કે, ગુજરાતભરમાં વરસાદે જોરદાર જમાવટ કરી છે હજુ પણ 7 દિવસ સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સામાન્ય વરસાદમાં શહેરના રોડ રસ્તા બેસી રહ્યા છે અને અહીં ખાડા નહીં પરંતુ ભૂકંપ જેવી સ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે.

Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાલ્કની ઘરાશાયી, મહિલાની હાલત નાજુક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્દિરા આવાસ યોજનાની ત્રીજા માળની બાલ્કની ધરાશાયી
  • 45 વર્ષીય નયના જાદવ બાલ્કની સાથે નીચે પટકાયા
  • નયનાબેનને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગેલેરી ઘરાશાયી થતાં 45 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત થયા હતા અને જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં તાત્કાલિત ખસેડવામાં આવ્યા હતા. જમીન પર પટકાતા ઘાયલ થયેલ નયનાબેનને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.


કારેલીબાગ વિજયનગર સ્થિત ઇન્દિરા આવાસ યોજનાની ત્રીજા માળની બાલ્કની ધરાશાઇ થઈ હતી અને જેમાં 45 વર્ષીય નયના જાદવ બાલ્કની સાથે નીચે પટકાયા હતા તેમની હાલત નાજુક બતાવવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, તેઓ વરસાદ જોવા માટે બાલ્કનીમાં ઉભા હતા અને આ દરમિયાન આ ઘટના બની હતી. ગુજરાતના ઘણા શહેરોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર રીતે વરસી રહ્યા છે.

વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો

તમને જણાવી દઈએ કે, ગુજરાતભરમાં વરસાદે જોરદાર જમાવટ કરી છે હજુ પણ 7 દિવસ સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સામાન્ય વરસાદમાં શહેરના રોડ રસ્તા બેસી રહ્યા છે અને અહીં ખાડા નહીં પરંતુ ભૂકંપ જેવી સ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે.