Padra: લુણા ગામે ડૉ.આંબેડકર હૉલને સુરક્ષા આપવા દલિત સમાજ દ્વારા રજૂઆત

હૉલને નુકસાન કરતા તત્ત્વોને પકડી શિક્ષાત્મક પગલાં ભરવા માગપગલાં ન ભરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ પાદરામાં આવેદન પત્ર આપતા ભીમ સૈનિકો અને દલિત સમાજના આગેવાનો નજરે પડે છે. પાદરાના લુણા ગામે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર હોલને સુરક્ષા આપવા ભીમ સૈનિકો દ્વારા પાદરા મામલતદાર સહીત પોલીસ અને સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી. અસામાજિક તત્ત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા અને શિક્ષાત્મક પગલાં નહી ભરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. લુણાં ગામે દલિત સમાજ અને લુણાં ગામના આગેવાનો દ્વારા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના નામે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી તેમજ દલિત સમાજના શુભ-અશુભ પ્રસંગોને આવરી શકાય તેવા આશયથી ડૉ. આંબેડકર હોલની સ્થાપના વર્ષ 2016માં કરેલ છે. જેમાં સમાજને લગતા શૈક્ષણિક તેમજ સામાજિક અને બાબા સાહેબની વિચારધારાનો પ્રચાર -પ્રસાર જેવા કર્યો કરવા અંગેની મિટિંગોનું આયોજન કરાય છે. વિઘ્નસંતોષીઓ દ્વારા આંબેડકર હૉલને વારંવાર કરાતું નુકસાન પરંતુ લુણા ગામમા જાતિવાદી માનસિકતા ધરાવતા કેટલાંક માથાભારે અને વિઘ્નસંતોષી ઈસમો દ્વારા વારેવારે ડૉ. આંબેડકર હોલને નુકશાન પહોંચાડી ગામની શાંતિમા પલિતો ચાંપવાનું કામ કરાઇ રહેલ છે. જે બાબતે ભૂતકાળમાં પાદરા પોલિસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ગામના સરપંચને બોલાવી આ બાબતને ગંભીરતાથી લેવા તેમજ ગામની શાંતિ ડહોળાઈ નહિ તેથી સી. સી.ટી.વી. કેમેરા લગાવી ડૉ. આંબેડકર હોલને સુરક્ષા આપવા જણાવેલ હોવા છતાં સરપંચ દ્વારા પોલિસની આ વાતને ગંભીરતાથી લેવામાં આવેલ નથી. છતા કોઇ કાર્યવાહી કરાતી નથી

Padra: લુણા ગામે ડૉ.આંબેડકર હૉલને સુરક્ષા આપવા દલિત સમાજ દ્વારા રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હૉલને નુકસાન કરતા તત્ત્વોને પકડી શિક્ષાત્મક પગલાં ભરવા માગ
  • પગલાં ન ભરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ
  • પાદરામાં આવેદન પત્ર આપતા ભીમ સૈનિકો અને દલિત સમાજના આગેવાનો નજરે પડે છે.

પાદરાના લુણા ગામે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર હોલને સુરક્ષા આપવા ભીમ સૈનિકો દ્વારા પાદરા મામલતદાર સહીત પોલીસ અને સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી. અસામાજિક તત્ત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા અને શિક્ષાત્મક પગલાં નહી ભરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

લુણાં ગામે દલિત સમાજ અને લુણાં ગામના આગેવાનો દ્વારા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના નામે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી તેમજ દલિત સમાજના શુભ-અશુભ પ્રસંગોને આવરી શકાય તેવા આશયથી ડૉ. આંબેડકર હોલની સ્થાપના વર્ષ 2016માં કરેલ છે. જેમાં સમાજને લગતા શૈક્ષણિક તેમજ સામાજિક અને બાબા સાહેબની વિચારધારાનો પ્રચાર -પ્રસાર જેવા કર્યો કરવા અંગેની મિટિંગોનું આયોજન કરાય છે.

વિઘ્નસંતોષીઓ દ્વારા આંબેડકર હૉલને વારંવાર કરાતું નુકસાન

પરંતુ લુણા ગામમા જાતિવાદી માનસિકતા ધરાવતા કેટલાંક માથાભારે અને વિઘ્નસંતોષી ઈસમો દ્વારા વારેવારે ડૉ. આંબેડકર હોલને નુકશાન પહોંચાડી ગામની શાંતિમા પલિતો ચાંપવાનું કામ કરાઇ રહેલ છે. જે બાબતે ભૂતકાળમાં પાદરા પોલિસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ગામના સરપંચને બોલાવી આ બાબતને ગંભીરતાથી લેવા તેમજ ગામની શાંતિ ડહોળાઈ નહિ તેથી સી. સી.ટી.વી. કેમેરા લગાવી ડૉ. આંબેડકર હોલને સુરક્ષા આપવા જણાવેલ હોવા છતાં સરપંચ દ્વારા પોલિસની આ વાતને ગંભીરતાથી લેવામાં આવેલ નથી. છતા કોઇ કાર્યવાહી કરાતી નથી