Karjan: કરજણ તાલુકાનાં સર્કલ ઑફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

એસીબીએ છટકું ગોઠવી કચેરીમાંથી ઝડપી પાડયોમિલકતમાં વારસાઇની બે એન્ટ્રી અને હયાતીમાં હક દાખલ કરવા લાંચ માગી 2022માં કરજણના સર્કલ ઑફિસર, ઓપરેટર રૂા.10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. કરજણ તાલુકાના લાકોદરા ગામની મિલકતમાં બે વારસાઈની એન્ટ્રી કરી આપવા તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફ્સિર શબીર દીવાન આજરોજ રૂા.10 હજારની લાંચ લેતાં ACBના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં સમગ્ર કરજણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લાકોદરા ગામના રહીશે એક વડીલોપાર્જિત મિલકતના સંદર્ભમાં વારસાઈ કરવા તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે કરજણ મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી. ત્યારબાદ 135 ડીની નોટિસ પાઠવાઇ હતી. જેમાં કોઈ વાંધો નહી જણાતા આ મિલકતના વારસદારો દ્વારા સહીઓ કરી મજૂરી માટે નોટિસ પરત અપાઈ હતી. ત્યારબાદ આ નોંધો પ્રમાણિત કરવા માટે કરજણ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં સર્કલ ઓફ્સિર શબીર દીવાન દ્વારા રૂા.10 હજારની માગણી કરાઇ હતી. જે સંદર્ભે અરજદાર દ્વારા વડોદરા એસીબીમાં ફરિયાદ કરી છટકું ગોઠવાયુ હતું. જે છટકામાં આજરોજ કરજણ તાલુકા સેવાસદન ખાતે સર્કલ ઓફ્સિર પોતાની ચેમ્બરમાં આ કામ અર્થે રૂા.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં સરકારી કચેરીઓમાં સોંપો પડી જવા પામ્યો હતો. એપ્રિલ-2022માં સર્કલ ઑફિસર અને ઓપરેટર રૂા. 55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા ગત ડિસમ્બર 2021માં કરજણ નાયબ મામલતદાર પેટા ચૂંટણીમાં ચૂંટણીરથ ફેરવવાના બિલ માટે રૂા.5 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. એપ્રિલ 2022માં કરજણના સર્કલ ઓફ્સિર તેમજ ઓપરેટર રૂા.55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. માટી કામ માટે નાયબ મામલતદાર રૂા.30 હજારની લાંચ લેતાં ઝડપાયા હતાં. ત્યાર આજરોજ વારસાઇની એન્ટ્રી તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે સર્કલ ઓફ્સિર શબીર દીવાન લાંચ લેતાં રંગે હાથ ઝડપાતા આવા કહેવાતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે કરજણ તાલુકના કલંકિત થઈ રહ્યો છે. એમ જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે.

Karjan: કરજણ તાલુકાનાં સર્કલ ઑફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એસીબીએ છટકું ગોઠવી કચેરીમાંથી ઝડપી પાડયો
  • મિલકતમાં વારસાઇની બે એન્ટ્રી અને હયાતીમાં હક દાખલ કરવા લાંચ માગી
  • 2022માં કરજણના સર્કલ ઑફિસર, ઓપરેટર રૂા.10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.

કરજણ તાલુકાના લાકોદરા ગામની મિલકતમાં બે વારસાઈની એન્ટ્રી કરી આપવા તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફ્સિર શબીર દીવાન આજરોજ રૂા.10 હજારની લાંચ લેતાં ACBના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં સમગ્ર કરજણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

લાકોદરા ગામના રહીશે એક વડીલોપાર્જિત મિલકતના સંદર્ભમાં વારસાઈ કરવા તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે કરજણ મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી. ત્યારબાદ 135 ડીની નોટિસ પાઠવાઇ હતી. જેમાં કોઈ વાંધો નહી જણાતા આ મિલકતના વારસદારો દ્વારા સહીઓ કરી મજૂરી માટે નોટિસ પરત અપાઈ હતી. ત્યારબાદ આ નોંધો પ્રમાણિત કરવા માટે કરજણ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં સર્કલ ઓફ્સિર શબીર દીવાન દ્વારા રૂા.10 હજારની માગણી કરાઇ હતી. જે સંદર્ભે અરજદાર દ્વારા વડોદરા એસીબીમાં ફરિયાદ કરી છટકું ગોઠવાયુ હતું. જે છટકામાં આજરોજ કરજણ તાલુકા સેવાસદન ખાતે સર્કલ ઓફ્સિર પોતાની ચેમ્બરમાં આ કામ અર્થે રૂા.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં સરકારી કચેરીઓમાં સોંપો પડી જવા પામ્યો હતો.

એપ્રિલ-2022માં સર્કલ ઑફિસર અને ઓપરેટર રૂા. 55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા

ગત ડિસમ્બર 2021માં કરજણ નાયબ મામલતદાર પેટા ચૂંટણીમાં ચૂંટણીરથ ફેરવવાના બિલ માટે રૂા.5 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. એપ્રિલ 2022માં કરજણના સર્કલ ઓફ્સિર તેમજ ઓપરેટર રૂા.55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. માટી કામ માટે નાયબ મામલતદાર રૂા.30 હજારની લાંચ લેતાં ઝડપાયા હતાં. ત્યાર આજરોજ વારસાઇની એન્ટ્રી તેમજ હયાતીમાં હક દાખલ કરવા માટે સર્કલ ઓફ્સિર શબીર દીવાન લાંચ લેતાં રંગે હાથ ઝડપાતા આવા કહેવાતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે કરજણ તાલુકના કલંકિત થઈ રહ્યો છે. એમ જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે.