Bharuch: ગોવાલી નજીક બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

મોટાસાંજા ગામના બે વ્યક્તિઓ બાઈક પર જતાં હતાફોરલેન રસ્તાના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરી નવા રસ્તાનું ગોકળગતિએ ચાલતી કામગીરીને કારણે આ રોડ પર અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક મોટાસાંજા ગામના બે વ્યક્તિઓ સવારે બાઇક લઇ જતા સામેથી આવતી બસે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. તો બીજા યુવકને સારવાર માટે લઇ જતા તેણે રસ્તામાં જ દમ તોડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફોર લેન રસ્તાના નવિનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીને કારણે આ રોડ ઉપર દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. આજરોજ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા (ઉંમર વર્ષ 36) તેમજ સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઇ વસાવા (ઉંમર વર્ષ 54) બન્ને મોટરસાયકલ લઇને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા. આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા, ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથામાં ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં ટીનીયાભાઇ તેમજ બાબુભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સંદર્ભે જયંતીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Bharuch: ગોવાલી નજીક બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાસાંજા ગામના બે વ્યક્તિઓ બાઈક પર જતાં હતા
  • ફોરલેન રસ્તાના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરી
  • નવા રસ્તાનું ગોકળગતિએ ચાલતી કામગીરીને કારણે આ રોડ પર અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક મોટાસાંજા ગામના બે વ્યક્તિઓ સવારે બાઇક લઇ જતા સામેથી આવતી બસે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. તો બીજા યુવકને સારવાર માટે લઇ જતા તેણે રસ્તામાં જ દમ તોડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફોર લેન રસ્તાના નવિનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીને કારણે આ રોડ ઉપર દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

આજરોજ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા (ઉંમર વર્ષ 36) તેમજ સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઇ વસાવા (ઉંમર વર્ષ 54) બન્ને મોટરસાયકલ લઇને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા. આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા, ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથામાં ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં ટીનીયાભાઇ તેમજ બાબુભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સંદર્ભે જયંતીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.