વડોદરામાં કોરોનાનો પગપેસારો, 3 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

સયાજી હોસ્પિટલમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દી આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ અગાઉ કોરોનાના બે દર્દીઓ સાજા થઈ જતા અપાઈ હતી રજા સયાજી હોસ્પિટલમાં સ્વાઈન ફલુના 2 દર્દીઓ નોંધાયા વડોદરામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે,અગાઉ સારવાર હેઠળ કોરોનાના બે દર્દીઓને રજા આપ્યા બાદ નવા કેસ નોંધાયા છે.હાલ સયાજી હોસ્પિટલમાં ત્રણ કોરોના પોઝિટિવ અને બે સ્વાઈન ફ્લુના દર્દીઓ નોંધાયા છે, છાણી જકાતનાકા, નવા યાર્ડ, આજવારોડ વિસ્તારમાંથી નોંધાયા છે કોરોનાના દર્દી તો તમામ દર્દીઓને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે,કોઈ દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાઈ નથી રહી.વડોદરામાં શુ છે સ્થિતિ કોરોનાને લઈ સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓમાં બે દર્દીઓ વૃદ્ધ છે. બન્ને દર્દીઓ સયાજી હોસ્પિટલમાં પલમોનરી ડિપાર્ટમેન્ટમાં સારવાર હેઠળ હતા. બન્નેને ફેફસાના ચેપ લાગ્યો હતો. તેઓની તપાસ કરવામાં આવતા તેઓ કોરોનાના ચિહનો જણાયા હતા.આથી તેઓને સારવાર માટે અલાયદા વોર્ડમાં ખસેડાયા હતા. જયારે આજવારોડના પ્રૌઢ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આ ઉપરાંત નવાયાર્ડ અને દોડકા ગામના બે વૃદ્ધો સિઝનલ ફ્લૂની ઝપટમાં આવી ગયા છે.કોરોનાના દર્દીઓની સંખ્યામાં સાધારણ વધારો નોંધાયો છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય તેવો હાલમાં કોઇ સ્થિતિ જણાતી નથી. ફેફસાં, શ્વાસના રોગથી પીડાતા દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે. જોકે હાલમાં બદલાયેલી ઋતુના લીધે સિઝનલ ફલૂના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટેસ્ટિંગ વધારવામાં આવેતો સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા છે. હાલમાં વેકેશનની સિઝન ઉપરાંત મેળાવડામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાની સંભાવના છે ત્યારે તેમાં સિઝનલ ફ્લૂ ઝડપથી ફેલાઇ શકે છે. સ્વાઈનફલૂના કેસ વધ્યા ગુજરાતમાં વર્ષ 2024 ની શરૂઆતથી અત્યારસુધી H1N1ના ચાર કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15 દર્દીઓના મોત છે. તો રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ અત્યાર સુધી કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ વકર્યો છે. હાલ સારવાર હેઠળ 135માંથી 59 અમદાવાદમાં છે. આ માટે આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે. સરકારી હોસ્પિટલમાં સરવાર સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે.

વડોદરામાં કોરોનાનો પગપેસારો, 3 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સયાજી હોસ્પિટલમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દી આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ
  • અગાઉ કોરોનાના બે દર્દીઓ સાજા થઈ જતા અપાઈ હતી રજા
  • સયાજી હોસ્પિટલમાં સ્વાઈન ફલુના 2 દર્દીઓ નોંધાયા

વડોદરામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે,અગાઉ સારવાર હેઠળ કોરોનાના બે દર્દીઓને રજા આપ્યા બાદ નવા કેસ નોંધાયા છે.હાલ સયાજી હોસ્પિટલમાં ત્રણ કોરોના પોઝિટિવ અને બે સ્વાઈન ફ્લુના દર્દીઓ નોંધાયા છે, છાણી જકાતનાકા, નવા યાર્ડ, આજવારોડ વિસ્તારમાંથી નોંધાયા છે કોરોનાના દર્દી તો તમામ દર્દીઓને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે,કોઈ દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાઈ નથી રહી.

વડોદરામાં શુ છે સ્થિતિ કોરોનાને લઈ

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓમાં બે દર્દીઓ વૃદ્ધ છે. બન્ને દર્દીઓ સયાજી હોસ્પિટલમાં પલમોનરી ડિપાર્ટમેન્ટમાં સારવાર હેઠળ હતા. બન્નેને ફેફસાના ચેપ લાગ્યો હતો. તેઓની તપાસ કરવામાં આવતા તેઓ કોરોનાના ચિહનો જણાયા હતા.આથી તેઓને સારવાર માટે અલાયદા વોર્ડમાં ખસેડાયા હતા. જયારે આજવારોડના પ્રૌઢ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આ ઉપરાંત નવાયાર્ડ અને દોડકા ગામના બે વૃદ્ધો સિઝનલ ફ્લૂની ઝપટમાં આવી ગયા છે.કોરોનાના દર્દીઓની સંખ્યામાં સાધારણ વધારો નોંધાયો છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય તેવો હાલમાં કોઇ સ્થિતિ જણાતી નથી. ફેફસાં, શ્વાસના રોગથી પીડાતા દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે. જોકે હાલમાં બદલાયેલી ઋતુના લીધે સિઝનલ ફલૂના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટેસ્ટિંગ વધારવામાં આવેતો સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા છે. હાલમાં વેકેશનની સિઝન ઉપરાંત મેળાવડામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાની સંભાવના છે ત્યારે તેમાં સિઝનલ ફ્લૂ ઝડપથી ફેલાઇ શકે છે.

સ્વાઈનફલૂના કેસ વધ્યા

ગુજરાતમાં વર્ષ 2024 ની શરૂઆતથી અત્યારસુધી H1N1ના ચાર કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15 દર્દીઓના મોત છે. તો રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ અત્યાર સુધી કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ વકર્યો છે. હાલ સારવાર હેઠળ 135માંથી 59 અમદાવાદમાં છે. આ માટે આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે. સરકારી હોસ્પિટલમાં સરવાર સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે.