ધ્રાંગધ્રા કોળીપરામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

- રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂા. 31520 નો મુદ્દામાલ જપ્ત કરાયોધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા ૮ શખ્સોને રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂપિયા ૩૧૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં રહેતા ખોડાભાઇ નવઘણભાઇ બરીપાના ઘર પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને જાહેરમાં જુગાર રમતા ખોડાભાઇ નવઘણભાઇ બરીપા, રાહુલભાઇ રાજુભાઇ ડાભી, સુધીરભાઇ શંકરભાઇ ખંડોરીયા, રાજેશભાઇ દેવજીભાઇ સરાવળીયા, ભાવેશભાઇ કાળુભાઇ રાતોજા, વિક્રમભાઇ નરશીભાઇ બહાપીયા, રવિભાઇ રણછોડભાઈ ખંડોરીયા અને અતુલભાઇ સુરાભાઇ ડાભીને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૧,૫૨૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૪ કિંમત રૂા.૨૦,૦૦૦ સહીત કુલ રૂા.૩૧,૫૨૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રાંગધ્રા કોળીપરામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂા. 31520 નો મુદ્દામાલ જપ્ત કરાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા ૮ શખ્સોને રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂપિયા ૩૧૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં રહેતા ખોડાભાઇ નવઘણભાઇ બરીપાના ઘર પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો અને જાહેરમાં જુગાર રમતા ખોડાભાઇ નવઘણભાઇ બરીપા, રાહુલભાઇ રાજુભાઇ ડાભી, સુધીરભાઇ શંકરભાઇ ખંડોરીયા, રાજેશભાઇ દેવજીભાઇ સરાવળીયા, ભાવેશભાઇ કાળુભાઇ રાતોજા, વિક્રમભાઇ નરશીભાઇ બહાપીયા, રવિભાઇ રણછોડભાઈ ખંડોરીયા અને અતુલભાઇ સુરાભાઇ ડાભીને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૧,૫૨૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૪ કિંમત રૂા.૨૦,૦૦૦ સહીત કુલ રૂા.૩૧,૫૨૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.