Loksabha Election:ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા

ભાજપે પોતાના વચન નથી નિભાવ્યાઃ શક્તિસિંહ કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું? સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું? ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે. જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ભાજપે પોતાના વચન નિભાવ્યા નથી. આ ઘોષણાપત્ર નહીં જુમલાપત્ર છે. કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું?. ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. ભાજપે 2014ના વચનો પણ પૂરા કર્યા નથી. આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કંઈ નથી. સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું?ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો જાહેર કર્યો ભારતીય જનતા પાર્ટીએ આજે 14મી એપ્રિલે બાબસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેને 'મોદીની ગેરંટી' નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. 11 લાખ લોકોએ વીડિયો મોકલીને ભાજપને પોતાના સૂચનો આપ્યા હતા ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે જનતા પાસેથી સૂચનો મેળવીને પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો છે. 25 જાન્યુઆરી, 2024 ના રોજ નમો એપ દ્વારા એક મેસેજ જાહેર કરીને સૂચનો માંગવામાં આવ્યા હતા. 15 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા છે. જેમાં એપ દ્વારા 4 લાખ લોકોએ સૂચનો આપ્યા હતા. 11 લાખ લોકોએ વીડિયો મોકલીને ભાજપને પોતાના સૂચનો આપ્યા હતા.

Loksabha Election:ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપે પોતાના વચન નથી નિભાવ્યાઃ શક્તિસિંહ
  • કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું?
  • સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું?

ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે. જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ભાજપે પોતાના વચન નિભાવ્યા નથી. આ ઘોષણાપત્ર નહીં જુમલાપત્ર છે. કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું?. ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. ભાજપે 2014ના વચનો પણ પૂરા કર્યા નથી. આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કંઈ નથી. સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું?

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો જાહેર કર્યો

ભારતીય જનતા પાર્ટીએ આજે 14મી એપ્રિલે બાબસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેને 'મોદીની ગેરંટી' નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

11 લાખ લોકોએ વીડિયો મોકલીને ભાજપને પોતાના સૂચનો આપ્યા હતા

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે જનતા પાસેથી સૂચનો મેળવીને પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો છે. 25 જાન્યુઆરી, 2024 ના રોજ નમો એપ દ્વારા એક મેસેજ જાહેર કરીને સૂચનો માંગવામાં આવ્યા હતા. 15 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા છે. જેમાં એપ દ્વારા 4 લાખ લોકોએ સૂચનો આપ્યા હતા. 11 લાખ લોકોએ વીડિયો મોકલીને ભાજપને પોતાના સૂચનો આપ્યા હતા.