Porbandar News: અર્જૂન મોઢવાડિયા ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષથી લઇને ભાજપ સુધીની સફર

આજે ગુજરાતમાં 5 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા પોરબંદરના અર્જૂન મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત આજે ગુજરાતમાં 5 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે પોરબંદરના અર્જૂન મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા આપણે જાણીએ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષથી લઇને ભાજપ સુધીની સફરના લેખાજોખા. અર્જુનભાઈ વિદ્યાર્થીકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 40 વર્ષની તેમની આ આખી રાજકીય યાત્રા સંઘર્ષો અને પડકારોથી ભરપૂર હતી. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. રાજકારણમાં આ રીતે કર્યો પ્રવેશ અર્જુન મોઢવાડિયાએ 997માં સત્તાવાર રીતે ભારતના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી. ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી ખુબજ સરસ રીતે નિભાવી. અર્જુન મોઢવાડિયા કેટલા લોકપ્રિય અર્જુનભાઈ મોઢવાડિયાની ગણતરી પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં ટોચના નેતાઓમાં થાય છે. સાથે જ તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. તેમને પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું પીઠ બળ મળ્યુ છે. સામાજીક ક્ષેત્રે આગળ રહ્યા કોરોનાનો મુશ્કેલ સમય હતો ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા આગળ આવી કામ કરતા રહ્યા. તેમના વિસ્તારનો વિકાસ હોય કે કોઇ પ્રશ્નો તેમણે પોતાની વાતને એ રીતે રજૂ કરી કે તમામ પ્રશ્નો ઉકેલાઇ ગયા. અર્જુનભાઈ મોઢવાડિયાની કાર્યકરવાની રીતભાતથી તેઓ સરળતાથી અગ્રેસર રહી કાર્ય કર્યુ. 

Porbandar News: અર્જૂન મોઢવાડિયા ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષથી લઇને ભાજપ સુધીની સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે ગુજરાતમાં 5 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા
  • પોરબંદરના અર્જૂન મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા
  • CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

આજે ગુજરાતમાં 5 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે પોરબંદરના અર્જૂન મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા આપણે જાણીએ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષથી લઇને ભાજપ સુધીની સફરના લેખાજોખા. અર્જુનભાઈ વિદ્યાર્થીકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 40 વર્ષની તેમની આ આખી રાજકીય યાત્રા સંઘર્ષો અને પડકારોથી ભરપૂર હતી. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.

જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું.

રાજકારણમાં આ રીતે કર્યો પ્રવેશ

અર્જુન મોઢવાડિયાએ 997માં સત્તાવાર રીતે ભારતના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી. ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી ખુબજ સરસ રીતે નિભાવી.

અર્જુન મોઢવાડિયા કેટલા લોકપ્રિય

અર્જુનભાઈ મોઢવાડિયાની ગણતરી પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં ટોચના નેતાઓમાં થાય છે. સાથે જ તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. તેમને પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું પીઠ બળ મળ્યુ છે.

સામાજીક ક્ષેત્રે આગળ રહ્યા

કોરોનાનો મુશ્કેલ સમય હતો ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા આગળ આવી કામ કરતા રહ્યા. તેમના વિસ્તારનો વિકાસ હોય કે કોઇ પ્રશ્નો તેમણે પોતાની વાતને એ રીતે રજૂ કરી કે તમામ પ્રશ્નો ઉકેલાઇ ગયા. અર્જુનભાઈ મોઢવાડિયાની કાર્યકરવાની રીતભાતથી તેઓ સરળતાથી અગ્રેસર રહી કાર્ય કર્યુ.