Kheda Rain: ખેડામાં ધોધમાર વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3ના મોત

વરસાદમાં વીજ કરંટ લાગતા ત્રણના મોતમાતરના મહેલજ ગામમાં બની ઘટના માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું નિપજ્યું મોત ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે અહીં કરુણ સમાચાર સામે આવ્યા છે. માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લગાત મોત થયું છે.વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3ના મોતદુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તબીબે ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે. ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Kheda Rain: ખેડામાં ધોધમાર વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત
  • માતરના મહેલજ ગામમાં બની ઘટના 
  • માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું નિપજ્યું મોત

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે અહીં કરુણ સમાચાર સામે આવ્યા છે. માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લગાત મોત થયું છે.

વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3ના મોત

દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તબીબે ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે.

ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.