Gujaratમાં મેઘરાજાની જમાવટ, સવારે 2 કલાકમાં 77 તાલુકામાં વરસાદ

સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ આવ્યો સંખેડામાં 2 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ વરસાદ 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ છે. જેમાં સવારે 2 કલાકમાં 77 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં સૌથી વધુ વાપીમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. સંખેડામાં 2 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સુરત શહેરમાં 1.5 ઇંચ, ધોરાજીમાં 1.5 ઇંચ તથા ઉમરગામ, ભરૂચમાં સવા ઇંચ વરસાદ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મેંદરડામાં 2 ઇંચ, બોરસદમાં 2 ઇંચ વરસાદ સાથે વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગોધરા, રાજકોટ, જલાલપોરમાં દોઢ ઇંચ વરસાદ સાથે ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ તથા ધ્રોલમાં 2.5 ઇંચ, ઉમરગામમાં 2.25 ઇંચ તેમજ કામરેજમાં 2 ઇંચ, વાગરામાં 2 ઇંચ તથા આણંદમાં 2 ઇંચ, માળીયા હાટીમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે ઉલ્લેખનીય છે કે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે. ગુજરાતમાં છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Gujaratમાં મેઘરાજાની જમાવટ, સવારે 2 કલાકમાં 77 તાલુકામાં વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ આવ્યો
  • સંખેડામાં 2 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ વરસાદ
  • 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો

ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ છે. જેમાં સવારે 2 કલાકમાં 77 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં સૌથી વધુ વાપીમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. સંખેડામાં 2 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સુરત શહેરમાં 1.5 ઇંચ, ધોરાજીમાં 1.5 ઇંચ તથા ઉમરગામ, ભરૂચમાં સવા ઇંચ વરસાદ આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મેંદરડામાં 2 ઇંચ, બોરસદમાં 2 ઇંચ વરસાદ સાથે વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગોધરા, રાજકોટ, જલાલપોરમાં દોઢ ઇંચ વરસાદ સાથે ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ તથા ધ્રોલમાં 2.5 ઇંચ, ઉમરગામમાં 2.25 ઇંચ તેમજ કામરેજમાં 2 ઇંચ, વાગરામાં 2 ઇંચ તથા આણંદમાં 2 ઇંચ, માળીયા હાટીમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે

ઉલ્લેખનીય છે કે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે. ગુજરાતમાં છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.