Ahmedabad:12યુનિવર્સિટીની 8.79 લાખથી વધુ બેઠકમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 28મી મે સુધી પૂર્ણ

કોમન રજિસ્ટ્રેશનના ડેટા યુનિ.ઓેને અપાશે, પ્રવેશ માટે કુલ ત્રણ રાઉન્ડ યોજાશેગુજરાત યુનિ.માં UGના વિવિધ કોર્સની કુલ 82,191 બેઠકમાં પ્રવેશ ફળવાશે અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું રાજ્યની કુલ 12 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ યુજીના કોર્સની 8.79 લાખથી વધુ બેઠકમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ ધોરણ.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર થયાના 19 દિવસ બાદ એટલ કે, આગામી 28મી મે સુધીમાં પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 82,191 બેઠક પર પ્રવેશ ફાળવાશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર થયેલ રજિસ્ટ્રેશનનો ડેટા તમામ કોલેજોને ફાળવી દેવાશે. જેના આધારે કોલેજોએ આગામી 19 દિવસમાં ચોઈસ ફીલિંગ, વાંધા અરજી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ પ્રવેશ માટેના કુલ ત્રણ રાઉન્ડ યોજવાના રહેશે. જેમાં પ્રથમ રાઉન્ડ માટે 19 દિવસ, બીજા રાઉન્ડ માટે 8 દિવસ અને ત્રીજા રાઉન્ડ માટે 16 દિવસ ફાળવાયા છે. જે પ્રકારે દિવસોની ફાળવણી કરાઈ છે એ જોતા આગામી તા.21મી જૂન સુધીમાં ત્રણેય રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 2.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં હાથ ધરાયેલ કોમન પ્રવેશ પ્રક્રિયાની ગાઇડલાઇન જારી કરાઈ છે. કોમન પ્રવેશમાં વિદ્યાર્થીઓ 25 કોલેજ પસંદ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તેઓના પ્રવેશ નહીં થાય તેવી પણ તાકીદ કરાઈ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ ફાળવાશે. જેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી જનરેટ થશે, જે કોલેજમાં આપવાનો રહેશે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીને પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળતો હોય અને તે વિદ્યાર્થી સંબંધિત કોલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો પછી પ્રવેશ નહીં ફાળવાય. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કર્યો હશે તેવા વિદ્યાર્થીઓેને બીજા રાઉન્ડમાં ભાગ લેવા નહીં મળે. બીએની સૌથી વધુ 3,46,666 બેઠક ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 12 સરકારી યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમ, બીએસસી સહિતના વિવિધ યુજી કોર્સની કુલ 8,79,591 બેઠક ઉપલબ્ધ છે, જેમાં સૌથી વધુ બીએની 3,46,666 બેઠક જ્યારે બીજા ક્રમે સૌથી વધુ બીકોમની 2,95,156 બેઠક ઉપલબ્ધ છે. આ સિવાય બીએસસીની 98,729 બેઠક છે. સમગ્ર રાજ્યમાં એલએલબીની સૌથી ઓછી માત્ર 12,276 બેઠક છે.

Ahmedabad:12યુનિવર્સિટીની 8.79 લાખથી વધુ બેઠકમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 28મી મે સુધી પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોમન રજિસ્ટ્રેશનના ડેટા યુનિ.ઓેને અપાશે, પ્રવેશ માટે કુલ ત્રણ રાઉન્ડ યોજાશે
  • ગુજરાત યુનિ.માં UGના વિવિધ કોર્સની કુલ 82,191 બેઠકમાં પ્રવેશ ફળવાશે
  • અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું

રાજ્યની કુલ 12 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ યુજીના કોર્સની 8.79 લાખથી વધુ બેઠકમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ ધોરણ.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર થયાના 19 દિવસ બાદ એટલ કે, આગામી 28મી મે સુધીમાં પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 82,191 બેઠક પર પ્રવેશ ફાળવાશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર થયેલ રજિસ્ટ્રેશનનો ડેટા તમામ કોલેજોને ફાળવી દેવાશે. જેના આધારે કોલેજોએ આગામી 19 દિવસમાં ચોઈસ ફીલિંગ, વાંધા અરજી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ પ્રવેશ માટેના કુલ ત્રણ રાઉન્ડ યોજવાના રહેશે. જેમાં પ્રથમ રાઉન્ડ માટે 19 દિવસ, બીજા રાઉન્ડ માટે 8 દિવસ અને ત્રીજા રાઉન્ડ માટે 16 દિવસ ફાળવાયા છે. જે પ્રકારે દિવસોની ફાળવણી કરાઈ છે એ જોતા આગામી તા.21મી જૂન સુધીમાં ત્રણેય રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 2.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ધોરણ.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં હાથ ધરાયેલ કોમન પ્રવેશ પ્રક્રિયાની ગાઇડલાઇન જારી કરાઈ છે. કોમન પ્રવેશમાં વિદ્યાર્થીઓ 25 કોલેજ પસંદ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ કોમન પોર્ટલમાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તેઓના પ્રવેશ નહીં થાય તેવી પણ તાકીદ કરાઈ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ ફાળવાશે. જેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી જનરેટ થશે, જે કોલેજમાં આપવાનો રહેશે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીને પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળતો હોય અને તે વિદ્યાર્થી સંબંધિત કોલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો પછી પ્રવેશ નહીં ફાળવાય. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કર્યો હશે તેવા વિદ્યાર્થીઓેને બીજા રાઉન્ડમાં ભાગ લેવા નહીં મળે.

બીએની સૌથી વધુ 3,46,666 બેઠક

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 12 સરકારી યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમ, બીએસસી સહિતના વિવિધ યુજી કોર્સની કુલ 8,79,591 બેઠક ઉપલબ્ધ છે, જેમાં સૌથી વધુ બીએની 3,46,666 બેઠક જ્યારે બીજા ક્રમે સૌથી વધુ બીકોમની 2,95,156 બેઠક ઉપલબ્ધ છે. આ સિવાય બીએસસીની 98,729 બેઠક છે. સમગ્ર રાજ્યમાં એલએલબીની સૌથી ઓછી માત્ર 12,276 બેઠક છે.