Bhujની હોમગાર્ડ ઓફીસમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણ મળ્યા,લોકોમાં સર્જાયુ કુતૂહલ

જુનો પટારો ખોલતા ચાંદીના આભૂષણો અને એન્ટીક વસ્તુઓ મળી આ અંગે ભુજ મામલતદારને જાણ કરવામાં આવી હતી અધિકારીની હાજરીમાં પટારો ખોલતા ખજાનો મળ્યો કચ્છના ભુજમાં આવેલ હોમગાર્ડ ઓફીસમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણ મળી આવ્યા હતા.જુનો પટારો ખોલતા તેમાંથી એન્ટીક વસ્તુઓ મળી આવી હતી આ અંગે ભુજ મામલતદારને જાણ કરતા તેમની હાજરીમાંથી આ પટારો ખોલવામાં આવ્યો હતો.આ પટારામાંથી નાળચાવાળી બંદુક અને પૌરાણિક હાથી મળી આવ્યા હતા. લોકો પૌરાણિક વસ્તુઓ જોવા ઉમટયા વર્ષો પહેલા ભુજ શહેરના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યારે અહીંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. પશ્વિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી. હોમગાર્ડ ઓફીસમાંથી મળી આવી વસ્તુઓ ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે. તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદી નો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી. અધિકારીઓ પહોંચ્યા તપાસ કરવા પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યા હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમય આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી. ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી પટારો ભરેલો હતો 1- બંદુક લાંબા નાળચા વાળી બે નંગ 2- ઘંટ નંગ.1 3- ઝુલાના સ્તંભ બે નંગ 4- ઝુલો -૧, ચાંદીના પતરાવાળો 5- ઝુલાના ચાંદી પતરાવાળા પાઈપ-4 6- ચાંદીના પતરાવાળા બે તોરણ 7 - ચાંદીના પતરાવાળા હાથી નંગ-બે 8-ચાંદીના પતરાવાળી હાથી અંબાડી- 2 9- જોડીયું નંગ.૧. ચાંદીના પતરાવાળું. 10- ચાંદીના પતરાવાળું ચોકઠું. - નંગ.1 11- હાથીના મોઢાવાળી ૪ આકૃતિઓ 12-ઢોલી નંગ.૨ ચાંદીના પતરાવાળા

Bhujની હોમગાર્ડ ઓફીસમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણ મળ્યા,લોકોમાં સર્જાયુ કુતૂહલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનો પટારો ખોલતા ચાંદીના આભૂષણો અને એન્ટીક વસ્તુઓ મળી
  • આ અંગે ભુજ મામલતદારને જાણ કરવામાં આવી હતી
  • અધિકારીની હાજરીમાં પટારો ખોલતા ખજાનો મળ્યો

કચ્છના ભુજમાં આવેલ હોમગાર્ડ ઓફીસમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણ મળી આવ્યા હતા.જુનો પટારો ખોલતા તેમાંથી એન્ટીક વસ્તુઓ મળી આવી હતી આ અંગે ભુજ મામલતદારને જાણ કરતા તેમની હાજરીમાંથી આ પટારો ખોલવામાં આવ્યો હતો.આ પટારામાંથી નાળચાવાળી બંદુક અને પૌરાણિક હાથી મળી આવ્યા હતા.

લોકો પૌરાણિક વસ્તુઓ જોવા ઉમટયા

વર્ષો પહેલા ભુજ શહેરના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યારે અહીંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. પશ્વિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.


હોમગાર્ડ ઓફીસમાંથી મળી આવી વસ્તુઓ

ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે. તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદી નો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી.

અધિકારીઓ પહોંચ્યા તપાસ કરવા

પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યા હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમય આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી.


ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી પટારો ભરેલો હતો

1- બંદુક લાંબા નાળચા વાળી બે નંગ

2- ઘંટ નંગ.1

3- ઝુલાના સ્તંભ બે નંગ

4- ઝુલો -૧, ચાંદીના પતરાવાળો

5- ઝુલાના ચાંદી પતરાવાળા પાઈપ-4

6- ચાંદીના પતરાવાળા બે તોરણ

7 - ચાંદીના પતરાવાળા હાથી નંગ-બે

8-ચાંદીના પતરાવાળી હાથી અંબાડી- 2

9- જોડીયું નંગ.૧. ચાંદીના પતરાવાળું.

10- ચાંદીના પતરાવાળું ચોકઠું. - નંગ.1

11- હાથીના મોઢાવાળી ૪ આકૃતિઓ

12-ઢોલી નંગ.૨ ચાંદીના પતરાવાળા