Rajkot Trp Game zone : સ્મશાનગૃહમાં સર્જાયા ગમગીનીના દશ્યો,અંતિમવિધિમાં લોકો જોડાયા

અગ્નિકાંડના 2 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા ઉપલેટાના સ્મિત વાળાની અંતિમવિધિ કરાઈ સુનિલ સિધપુરાના પણ કરાયા અંતિમ સંસ્કાર ગુજરાતમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ગુજરાત ભુલી શકે તેમ નથી,આ આગ એવી લાગી કે પરિવાર પણ પોતાના સભ્યોનો મૃતદેહ ઓળખી શકે તેવી હાલત નથી,તો સરકાર દ્રારા તમામ મૃતદેહને લઈ DNA કરાવવામાં આવ્યા છે,બીજી તરફ રાજકોટના સ્મશાનમાં બે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે,બન્ને મૃતકની અંતિમવિધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકોના પરિજનોએ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ મૃતકના પરિજનોએ મિડીયા સામે તંત્ર પર આરોપ લગાવ્યો છે.પરિજનોનું કહેવું છે કે, નાના કર્મીઓ સામે કાર્યવાહી દેખાડો છો તો અમને ન્યાય ક્યાંથી મળે અમને ભગવાન પર ભરોસો છે કે તે અમારો ન્યાય કરશે. રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોમાંથી ચારના મૃતદેહ પરિવારને સોંપાયા 1-જીગ્નેશ ગઢવી (ઉં.વ. 32) વીરપુર 2-સ્મિત વાળા (ઉં.વ.22) ઉપલેટા 3-સુનીલ સિદ્ધપુરા (ઉં.વ.38) એરપોર્ટ રોડ, રાજકોટ 4-સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ.20) ગોંડલ 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ પોલીસ વિભાગના બે પીઆઇને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Rajkot Trp Game zone : સ્મશાનગૃહમાં સર્જાયા ગમગીનીના દશ્યો,અંતિમવિધિમાં લોકો જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડના 2 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા
  • ઉપલેટાના સ્મિત વાળાની અંતિમવિધિ કરાઈ
  • સુનિલ સિધપુરાના પણ કરાયા અંતિમ સંસ્કાર

ગુજરાતમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ગુજરાત ભુલી શકે તેમ નથી,આ આગ એવી લાગી કે પરિવાર પણ પોતાના સભ્યોનો મૃતદેહ ઓળખી શકે તેવી હાલત નથી,તો સરકાર દ્રારા તમામ મૃતદેહને લઈ DNA કરાવવામાં આવ્યા છે,બીજી તરફ રાજકોટના સ્મશાનમાં બે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે,બન્ને મૃતકની અંતિમવિધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મૃતકોના પરિજનોએ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

મૃતકના પરિજનોએ મિડીયા સામે તંત્ર પર આરોપ લગાવ્યો છે.પરિજનોનું કહેવું છે કે, નાના કર્મીઓ સામે કાર્યવાહી દેખાડો છો તો અમને ન્યાય ક્યાંથી મળે અમને ભગવાન પર ભરોસો છે કે તે અમારો ન્યાય કરશે.


રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોમાંથી ચારના મૃતદેહ પરિવારને સોંપાયા

1-જીગ્નેશ ગઢવી (ઉં.વ. 32) વીરપુર

2-સ્મિત વાળા (ઉં.વ.22) ઉપલેટા

3-સુનીલ સિદ્ધપુરા (ઉં.વ.38) એરપોર્ટ રોડ, રાજકોટ

4-સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ.20) ગોંડલ

6 અધિકારીને સસ્પેન્ડ કરાયા

રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ પોલીસ વિભાગના બે પીઆઇને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.