Surat News : શાકભાજીના માર્કેટમાં "ભાજપની પ્રચાર ટોપી" આકર્ષણનુ કેન્દ્ર બની

ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ખેસ પહેરાવી કર્યો ચૂંટણી પ્રચાર શાકભાજીના વેપારીઓને વધુ મતદાન કરવાની કાર્યકર્તાઓની અપીલ નવસારી લોકસભામાં વધુ મતદાન કરવા કરી અપીલ ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મોટા નેતાથી લઈ કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે,ત્યારે નવસારી લોકસભામાં સુરતના ભાજપના કાર્યકર્તાઓએ અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે,શાકભાજીના વેપારીઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપ તરફ મતદાન કરવા અપીલ કરી હતી. નવસારી લોકસભા માટે વધુ મતદાન ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ડોર-ટુ ડોર તો પ્રચાર કરે છે,સાથે સાથે વેપારીઓ સાથે પણ પ્રચાર કરવા લાગી ગયા છે.આજે સુરતના સિટી લાઈટ વિસ્તારના શાકભાજી માર્કેટમાં સ્ટાર પ્રચારકોનાં બેનરો અને ઝંડા લગાવી કાર્યકર્તાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે,શાકભાજી માર્કેટમાં ગૃહિણીઓ સહિત લોકો આવતા જતા હોય છે તેને લઈ પ્રચાર કર્યો હતો,સાથે સાથે બધાને અપીલ પણ કરી હતી કે 7 મે ના રોજ વધુ મતદાન થાય.સમગ્ર શાકભાજી માર્કેટને ભાજપમય બનાવી કરાઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર. નવસારીમાં પાટીલે ગામે-ગામ પ્રચારની કરી શરૂઆત ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.આગામી દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના 12 વોર્ડ નવસારી મતક્ષેત્રમાં સમાવેશ લોકસભાની નવસારી બેઠકમાં પાલિકાના 12 વોર્ડ સીધી રીતે શહેરી વિસ્તારમાં આવે છે. લોકસભાની આ બેઠકમાં 4 વિધાનસભા આવે છે, જેમાં ઉધના, મજૂરા, લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે સુરત શહેરના વિસ્તારોમાં મહાપાલિકાના વોર્ડ નંબર 20થી 29 ઉપરાંત વોર્ડ નંબર 18 અને 19ના વિસ્તારો પણ આવે છે. જો કે, અહીંના રહીશોને પહેલેથી જ તેમની લોકસભા બેઠક નવસારી હોવાની જાણ છે. લોકોને મતદાનની તારીખની પણ જાણકરી છે સાથે જ ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે, જ્યાં ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે ઘોડદોડ વિસ્તારમાં મતદાનની ટકાવારી દરેક ચૂંટણીમાં ઓછી નોંધાય છે ત્યાં ચૂંટણી પંચ અને ભાજપ બંને પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Surat News : શાકભાજીના માર્કેટમાં "ભાજપની પ્રચાર ટોપી" આકર્ષણનુ કેન્દ્ર બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ખેસ પહેરાવી કર્યો ચૂંટણી પ્રચાર
  • શાકભાજીના વેપારીઓને વધુ મતદાન કરવાની કાર્યકર્તાઓની અપીલ
  • નવસારી લોકસભામાં વધુ મતદાન કરવા કરી અપીલ

ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મોટા નેતાથી લઈ કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે,ત્યારે નવસારી લોકસભામાં સુરતના ભાજપના કાર્યકર્તાઓએ અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે,શાકભાજીના વેપારીઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપ તરફ મતદાન કરવા અપીલ કરી હતી.

નવસારી લોકસભા માટે વધુ મતદાન

ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ડોર-ટુ ડોર તો પ્રચાર કરે છે,સાથે સાથે વેપારીઓ સાથે પણ પ્રચાર કરવા લાગી ગયા છે.આજે સુરતના સિટી લાઈટ વિસ્તારના શાકભાજી માર્કેટમાં સ્ટાર પ્રચારકોનાં બેનરો અને ઝંડા લગાવી કાર્યકર્તાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે,શાકભાજી માર્કેટમાં ગૃહિણીઓ સહિત લોકો આવતા જતા હોય છે તેને લઈ પ્રચાર કર્યો હતો,સાથે સાથે બધાને અપીલ પણ કરી હતી કે 7 મે ના રોજ વધુ મતદાન થાય.સમગ્ર શાકભાજી માર્કેટને ભાજપમય બનાવી કરાઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર.


નવસારીમાં પાટીલે ગામે-ગામ પ્રચારની કરી શરૂઆત

ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.આગામી દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.


સુરતના 12 વોર્ડ નવસારી મતક્ષેત્રમાં સમાવેશ

લોકસભાની નવસારી બેઠકમાં પાલિકાના 12 વોર્ડ સીધી રીતે શહેરી વિસ્તારમાં આવે છે. લોકસભાની આ બેઠકમાં 4 વિધાનસભા આવે છે, જેમાં ઉધના, મજૂરા, લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે સુરત શહેરના વિસ્તારોમાં મહાપાલિકાના વોર્ડ નંબર 20થી 29 ઉપરાંત વોર્ડ નંબર 18 અને 19ના વિસ્તારો પણ આવે છે. જો કે, અહીંના રહીશોને પહેલેથી જ તેમની લોકસભા બેઠક નવસારી હોવાની જાણ છે. લોકોને મતદાનની તારીખની પણ જાણકરી છે સાથે જ ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે, જ્યાં ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે ઘોડદોડ વિસ્તારમાં મતદાનની ટકાવારી દરેક ચૂંટણીમાં ઓછી નોંધાય છે ત્યાં ચૂંટણી પંચ અને ભાજપ બંને પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.