વડોદરામાં બે વર્ષ પહેલાં વાવાઝોડામાં જોખમી બનેલો વીજપોલ હજુ રિપેર કર્યો નથી

ખેતરમાં એકદમ નીચે લટકી પડેલા વાયરોથી જોખમ ઉભું થયુંખેડૂતે બે વર્ષમાં અનેકવાર રજૂઆત કરી પણ વીજતંત્ર બેધ્યાન અકસ્માત થાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ખેડૂત કરી રહ્યા છેગાંધીનગરના વડોદરા ગામમાં નમી પડેલા વીજપોલના વાયરોથી ખેડૂતને જીવનુ જોખમ સર્જાયુ છે. વીજવાયરો એકદમ નીચે લટકી પડયા છે અને ખેત રમાં કામ કરતા ખેડૂતનો જીવ તાળવે ચોંટી ગયો છે. ખેતી કરતી વખતે જો ભુલથી પણ કોઇ ખેતઓજાર ઉંચે જાય તો સીધુ જ વાયરોને અડકે એમ છે. લટકી પડેલા તાર ખેતરમાં જોખમી બન્યા હોવા છતા વીજતંત્રના અધિકારીઓ આ મામલે ગંભીર દાખવીને વીજપોલ ઉભો કે સીધો કરવામાં આળસ દાખવતા હોવાનો રોષ ખેડૂતે જતાવ્યો છે.વીજબીલની ઉઘરાણી કરવા રીક્ષાઓ કે વાહનો ફેરવીને ગ્રાહકોને વીજબીલ સમયસર ભરી જવાની સુચના આપતા કર્મીઓ લોકોને પડતી હાલાકીનો ઉકેલ લાવવામાં એટલા જ એક્ટીન ના હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા છે. વડોદરા ગામની સીમમાં આવેલા ખેડૂત મેલાજી ગલાબજી ઠાકોરના ખેતરમાંથી પસાર થતી વીજલાઇનના વાયરોથી ખેડૂતને ડરવાનો વારો આવ્યો છે. બે વર્ષ પહેલા ગામમાં આવેલા ભારે વાવાઝોડામાં સીમમાં આવેલ વીજથાંભલો નમી પડયો હતો. જેથી થાંભલા ઉપરથી પસાર થતી વીજલાઇન એકદમ ખેતરથી માત્ર10 ફુટના અંતરે લટકતી જોવા મળે છે. વીજલાઇનના વાયરો ખેતર ઉપર લટકી રહ્યા હોવાથી ખેડૂતને ખેતી કરતી વખતે વીજવાયરોનો ડર સતાવી રહ્યો છે અને જોખમી લાગી રહ્યો છે. આ નમી પડેલા વીજપોલને સીધો કરવા તેમજ જરૂરી જણાય તો દુર ખેસડવા માટેની રજુઆત બે વર્ષમાં એકથી વધુ વખત ચિલોડા ખાતે વીજકચેરીમાં કરવામાં આવી હોવા છતા વીજ તંત્ર દ્વારા કોઇ તસ્દી લેવામાં નથી આવી રહી. અકસ્માત થાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ખેડૂત કરી રહ્યા છે. વડોદરામાં સગતમામાતા મંદિર પાસે ૬૨ નંબરના બોર પાસે આવેલી આ જગ્યા નજીકથી 11 કેવીની વીજલાઇન પસાર થાય છે અને તેની પાસે જ આ જોખમી વીજથાંભલો નમી પડયો હોવાની વિગતો છે.

વડોદરામાં બે વર્ષ પહેલાં વાવાઝોડામાં જોખમી બનેલો વીજપોલ હજુ રિપેર કર્યો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેતરમાં એકદમ નીચે લટકી પડેલા વાયરોથી જોખમ ઉભું થયું
  • ખેડૂતે બે વર્ષમાં અનેકવાર રજૂઆત કરી પણ વીજતંત્ર બેધ્યાન
  • અકસ્માત થાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ખેડૂત કરી રહ્યા છે

ગાંધીનગરના વડોદરા ગામમાં નમી પડેલા વીજપોલના વાયરોથી ખેડૂતને જીવનુ જોખમ સર્જાયુ છે. વીજવાયરો એકદમ નીચે લટકી પડયા છે અને ખેત રમાં કામ કરતા ખેડૂતનો જીવ તાળવે ચોંટી ગયો છે. ખેતી કરતી વખતે જો ભુલથી પણ કોઇ ખેતઓજાર ઉંચે જાય તો સીધુ જ વાયરોને અડકે એમ છે. લટકી પડેલા તાર ખેતરમાં જોખમી બન્યા હોવા છતા વીજતંત્રના અધિકારીઓ આ મામલે ગંભીર દાખવીને વીજપોલ ઉભો કે સીધો કરવામાં આળસ દાખવતા હોવાનો રોષ ખેડૂતે જતાવ્યો છે.

વીજબીલની ઉઘરાણી કરવા રીક્ષાઓ કે વાહનો ફેરવીને ગ્રાહકોને વીજબીલ સમયસર ભરી જવાની સુચના આપતા કર્મીઓ લોકોને પડતી હાલાકીનો ઉકેલ લાવવામાં એટલા જ એક્ટીન ના હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા છે.

વડોદરા ગામની સીમમાં આવેલા ખેડૂત મેલાજી ગલાબજી ઠાકોરના ખેતરમાંથી પસાર થતી વીજલાઇનના વાયરોથી ખેડૂતને ડરવાનો વારો આવ્યો છે. બે વર્ષ પહેલા ગામમાં આવેલા ભારે વાવાઝોડામાં સીમમાં આવેલ વીજથાંભલો નમી પડયો હતો.

જેથી થાંભલા ઉપરથી પસાર થતી વીજલાઇન એકદમ ખેતરથી માત્ર10 ફુટના અંતરે લટકતી જોવા મળે છે. વીજલાઇનના વાયરો ખેતર ઉપર લટકી રહ્યા હોવાથી ખેડૂતને ખેતી કરતી વખતે વીજવાયરોનો ડર સતાવી રહ્યો છે અને જોખમી લાગી રહ્યો છે. આ નમી પડેલા વીજપોલને સીધો કરવા તેમજ જરૂરી જણાય તો દુર ખેસડવા માટેની રજુઆત બે વર્ષમાં એકથી વધુ વખત ચિલોડા ખાતે વીજકચેરીમાં કરવામાં આવી હોવા છતા વીજ તંત્ર દ્વારા કોઇ તસ્દી લેવામાં નથી આવી રહી. અકસ્માત થાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ખેડૂત કરી રહ્યા છે. વડોદરામાં સગતમામાતા મંદિર પાસે ૬૨ નંબરના બોર પાસે આવેલી આ જગ્યા નજીકથી 11 કેવીની વીજલાઇન પસાર થાય છે અને તેની પાસે જ આ જોખમી વીજથાંભલો નમી પડયો હોવાની વિગતો છે.