સુરેન્દ્રનગરમાં દેશી દારૂના પાંચ દરોડા : 3 શખ્સો ફરાર, માત્ર બે ઝડપાયા

- જિલ્લામાં 37 લિટર દેશી દારૂ પકડાયો- રાજગઢ, નરાળી, રતનપર, પાટડી અને ઝીંઝુવાડામાં દરોડા પાડયાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ જગ્યાએથી કુલ ૩૭ લીટર દેશી દારૂ સાથે ૧ મહિલા અને ૧ પુરૂષને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૩ આરોપીઓ હાજર મળી આવ્યા ન હતાં.ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે રાજગઢ ગામના સ્મશાનની પાછળ ખુલ્લી જગ્યાએથી ૩ લીટર દેશી દારૂ સાથે પીન્ટુભાઇ રણજીતભાઇ વિરાણીને ઝડપી લીધો હતો. જ્યારે નરાળી ગામે બાવળના કાંટાની આડમાંથી ૩ લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો પરંતુ આરોપી કિસ્મતભાઇ બહાદુરભાઇ કોળી હાજર મળી આવ્યો ન હતો. તેમજ જોરાવરનગર પોલીસે રતનપર નારાયણપરા શેરી નં.૭ માં દરોડો કરી લીલાબેન રાજુભાઇ કુરીયાને ૧૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. પાટડી પોલીસે ખારાઘોડા સ્ટેશન પાસે દરોડો કરી ૪ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો પરંતુ આરોપી કરીમાબેન જુસબભાઇ સંધવાણી હાજર મળી આવી નહતી. તેમજ ઝીંઝુવાડા પોલીસે સલી ગામમાં મકાનમાં દરોડો કરી ૧૨ લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી કાળુભાઇ અજાભાઇ ઠાકોર હાજર મળી આવ્યો નહતો.

સુરેન્દ્રનગરમાં દેશી દારૂના પાંચ દરોડા : 3 શખ્સો ફરાર, માત્ર બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જિલ્લામાં 37 લિટર દેશી દારૂ પકડાયો

- રાજગઢ, નરાળી, રતનપર, પાટડી અને ઝીંઝુવાડામાં દરોડા પાડયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ જગ્યાએથી કુલ ૩૭ લીટર દેશી દારૂ સાથે ૧ મહિલા અને ૧ પુરૂષને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૩ આરોપીઓ હાજર મળી આવ્યા ન હતાં.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે રાજગઢ ગામના સ્મશાનની પાછળ ખુલ્લી જગ્યાએથી ૩ લીટર દેશી દારૂ સાથે પીન્ટુભાઇ રણજીતભાઇ વિરાણીને ઝડપી લીધો હતો. જ્યારે નરાળી ગામે બાવળના કાંટાની આડમાંથી ૩ લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો પરંતુ આરોપી કિસ્મતભાઇ બહાદુરભાઇ કોળી હાજર મળી આવ્યો ન હતો. 

તેમજ જોરાવરનગર પોલીસે રતનપર નારાયણપરા શેરી નં.૭ માં દરોડો કરી લીલાબેન રાજુભાઇ કુરીયાને ૧૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. પાટડી પોલીસે ખારાઘોડા સ્ટેશન પાસે દરોડો કરી ૪ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો પરંતુ આરોપી કરીમાબેન જુસબભાઇ સંધવાણી હાજર મળી આવી નહતી.

 તેમજ ઝીંઝુવાડા પોલીસે સલી ગામમાં મકાનમાં દરોડો કરી ૧૨ લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી કાળુભાઇ અજાભાઇ ઠાકોર હાજર મળી આવ્યો નહતો.