Surat News: રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો

મધરાત્રે હોસ્ટેલના રૂમમાં જ થાઇ ગર્લ સાથે ઝઘડો થતા ડોક્ટરનો થયો ફજેતોલાફો મારતા થાઇ ગર્લ અસ્ત-વ્યસ્ત કપડામાં સિક્યોરિટી-પોલીસ પાસે પહોંચી શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઇ ગયા બાદ મજા કરે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઇ ગર્લને લાફો મારી દેતા તેના પડઘા કોલેજ-હોસ્પિટલ તંત્ર સુધી પડયા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. અહીં પટાંગણમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલો પણ છે. શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરીછૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઇ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઇ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. જેને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. કેમ્પસમાંથી વારંવાર શરાબની બોટલો મળે છે સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘીદાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાશવારે બની રહ્યા છે. સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે-ખાંચરે દારૂની બોટલો જોવા મળે છે. જોકે, શરાબની બોટલો અંગે પ્રશાસને ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડન્ટ ડોક્ટરોએ શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઇ દાખવે તે જરૂરી છે. વાત ધ્યાને આવી છે, તપાસ કરી એક્શન લઇશું સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શનિવારે મોડીરાત્રે બનેલી ઘટના ધ્યાને આવી છે. ઘટના અતિગંભીર છે. આ અંગે અધિકારીઓને મૌખિક સૂચના આપી દેવાઇ છે. આવતીકાલે સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે.

Surat News: રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધરાત્રે હોસ્ટેલના રૂમમાં જ થાઇ ગર્લ સાથે ઝઘડો થતા ડોક્ટરનો થયો ફજેતો
  • લાફો મારતા થાઇ ગર્લ અસ્ત-વ્યસ્ત કપડામાં સિક્યોરિટી-પોલીસ પાસે પહોંચી
  • શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઇ ગયા બાદ મજા કરે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઇ ગર્લને લાફો મારી દેતા તેના પડઘા કોલેજ-હોસ્પિટલ તંત્ર સુધી પડયા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. અહીં પટાંગણમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલો પણ છે. શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરીછૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઇ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઇ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. જેને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો.

કેમ્પસમાંથી વારંવાર શરાબની બોટલો મળે છે

સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘીદાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાશવારે બની રહ્યા છે. સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે-ખાંચરે દારૂની બોટલો જોવા મળે છે. જોકે, શરાબની બોટલો અંગે પ્રશાસને ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડન્ટ ડોક્ટરોએ શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઇ દાખવે તે જરૂરી છે.

વાત ધ્યાને આવી છે, તપાસ કરી એક્શન લઇશું

સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શનિવારે મોડીરાત્રે બનેલી ઘટના ધ્યાને આવી છે. ઘટના અતિગંભીર છે. આ અંગે અધિકારીઓને મૌખિક સૂચના આપી દેવાઇ છે. આવતીકાલે સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે.