Weather News:રાજ્યના ખેડૂતોને ભરઉનાળે કમોસમી વરસાદનું સંકટ

13 અને 14 એપ્રિલે કમોસમી વરસાદની આગાહીદાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં થઈ શકે માવઠુંવલસાડ નવસારીમાં પડી શકે છે કમોસમી વરસાદરાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જેમાં આગામી બે દિવસોમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. જ્યાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યાં આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 3 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. જેના સાથે જ રાજ્યમાં 13થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવના જણાવી છે. તેમજ 13થી 15 એપ્રિલ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ વેધર ફોરેકાસ્ટમાં રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ ગરમીના પારોમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ, ડીસામાં નોંધાયું હતું. રાજકોટ, ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જે તેમણે વરસાદ અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે.

Weather News:રાજ્યના ખેડૂતોને ભરઉનાળે કમોસમી વરસાદનું સંકટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 13 અને 14 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
  • દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં થઈ શકે માવઠું
  • વલસાડ નવસારીમાં પડી શકે છે કમોસમી વરસાદ
રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જેમાં આગામી બે દિવસોમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. જ્યાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યાં આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 3 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે.

જેના સાથે જ રાજ્યમાં 13થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવના જણાવી છે. તેમજ 13થી 15 એપ્રિલ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ વેધર ફોરેકાસ્ટમાં રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.


તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ ગરમીના પારોમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ, ડીસામાં નોંધાયું હતું. રાજકોટ, ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જે તેમણે વરસાદ અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે.