રૂપાલા વિવાદ વચ્ચે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની કફોડી હાલત, 'ન ઘરના, ન ઘાટના' જેવી સ્થિતિ...

Lok Sabha Elections 2024 | રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતાં ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે. આ બધાય નેતાઓ નું ઘરના, ન ઘાટના રહ્યા છે. એટલુ જ પરિસ્થિતી એવી સર્જાઈ કારર્કિદી રોળાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી કરતાં હાલ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે. ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. તેમની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો, રાજકોટમાં ક્ષત્રિયોએ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ છે.આ તરફ, ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે કેમકે, એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ છે. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો. આ પરિસ્થિતી વચ્ચે ક્ષત્રિય નેતાઓની સૂડી વચ્ચે સોપારી જેવી દશા થઈ છે. એટલુ જ નહીં, ક્ષત્રિય સમાજ પર પ્રભુત્વ છે એ વાત નો પરપોટો ફુટ્યો છે. આ જોતાં રૂપાલા વિવાદ કેટલાંક ક્ષત્રિય નેતાઓની રાજકીય કારર્કિદી રોળશે તે વાત નક્કી છે.

રૂપાલા વિવાદ વચ્ચે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની કફોડી હાલત, 'ન ઘરના, ન ઘાટના' જેવી સ્થિતિ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતાં ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે. આ બધાય નેતાઓ નું ઘરના, ન ઘાટના રહ્યા છે. એટલુ જ પરિસ્થિતી એવી સર્જાઈ કારર્કિદી રોળાઈ શકે છે. 

કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી કરતાં હાલ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે. ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. તેમની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો, રાજકોટમાં ક્ષત્રિયોએ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ છે.

આ તરફ, ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.

ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે કેમકે, એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ છે. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો. આ પરિસ્થિતી વચ્ચે ક્ષત્રિય નેતાઓની સૂડી વચ્ચે સોપારી જેવી દશા થઈ છે. એટલુ જ નહીં, ક્ષત્રિય સમાજ પર પ્રભુત્વ છે એ વાત નો પરપોટો ફુટ્યો છે. આ જોતાં રૂપાલા વિવાદ કેટલાંક ક્ષત્રિય નેતાઓની રાજકીય કારર્કિદી રોળશે તે વાત નક્કી છે.