ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં કંજૂસી બતાવી, અધિકારોની વાત પોકળ નીકળી

Lok Sabha Elections 2024 | મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો દેખાડે છે તેવુ ચિત્ર ઊભું થયુ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી છે.લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાની ડીંગો હાંકી હતી પણ જયારે ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં પીછેહટ કરી છે.આ વખતે ભાજપે ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે જયારે કોંગ્રેસે પણ ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખીને અન્ય ત્રણ નવા મહિલા ચહેરાને તક આપી છે જયારે કોંગ્રેસે એક પૂર્વ સાંસદ એક વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અન્ય બે નવા મહિલા ચહેરાને લોકસભાની ચૂંટણી લડાવવા નક્કી કર્યુ છે. મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસે એકસરખુ વલણ જાળવી રાખ્યુ છે.

ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં કંજૂસી બતાવી, અધિકારોની વાત પોકળ નીકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો દેખાડે છે તેવુ ચિત્ર ઊભું થયુ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાની ડીંગો હાંકી હતી પણ જયારે ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં પીછેહટ કરી છે.

આ વખતે ભાજપે ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે જયારે કોંગ્રેસે પણ ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખીને અન્ય ત્રણ નવા મહિલા ચહેરાને તક આપી છે જયારે કોંગ્રેસે એક પૂર્વ સાંસદ એક વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અન્ય બે નવા મહિલા ચહેરાને લોકસભાની ચૂંટણી લડાવવા નક્કી કર્યુ છે. મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસે એકસરખુ વલણ જાળવી રાખ્યુ છે.