મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઇલ ચોરતી ગેંગ પકડાઈ : 23 મોબાઈલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના અલગ અલગ માર્ગો ઉપર ફરીનેમહિલા સહિત ત્રણ આરોપીઓ ચોરેલા મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા હતા તે દરમિયાન અડાલજ પોલીસે ઝડપી લીધાગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના અલગ અલગ હાઇવે માર્ગો ઉપર મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમના મોબાઇલ ચોરી લેતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે અડાલજ પોલીસ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ૨૩ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.ગાંધીનગર શહેર નજીક રિંગ રોડ ઉપર તેમજ અડાલજ અને અલગ અલગ બીજા માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી મુસાફરોને રીક્ષામાં બેસાડીને તેમની નજર ચૂકવીને કિંમતી મોબાઈલ ચોરી લેવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેના પગલે પોલીસ પણ ચિંતામાં મુકાણી હતી અને કોઈપણ સંજોગોમાં આ ટોળકીને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક રિક્ષામાં કેટલાક લોકો મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે. જેના પગલે પોલીસે અડાલજ બાલાપીર સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને ઝુંડાલ તરફથી રીક્ષા આવતા તેને ઊભી રાખી હતી. જેમાં રીક્ષાની અંદર તપાસ કરતા સીટ નીચે પડેલા એક પ્લાસ્ટિકના થેલામાં ૨૩ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે સંદર્ભે આ શખ્સોને પૂછતા યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ગાંધીનગર તેમજ અમદાવાદ અને અલગ અલગ વિસ્તારોમાં રીક્ષા લઈને ફરી મુસાફરને રિક્ષામાં બેસાડીને તેમના મોબાઈલ ચોરી લીધા હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેમની મહિલા સાગરીત પણ મદદ કરતી હોવાનું કબૂલ્યું હતું. જેના પગલે પોલીસે અમદાવાદના વટવા ખાતે રહેતા સોહિલમોહમ્મદ ગુલામ શેખ તેમજ મહંમદસમીર શેરૃભાઈ સૈયદ તેમજ તુલસી ઉર્ફે તમન્ના મોહસીન અયુબ શેખને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી દોઢ લાખના મોબાઈલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછમાં આ પ્રકારની ચોરીના અન્ય ગુનાઓ ઉકેલાઈ જવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.

મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઇલ ચોરતી ગેંગ પકડાઈ : 23 મોબાઈલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર જિલ્લાના અલગ અલગ માર્ગો ઉપર ફરીને

મહિલા સહિત ત્રણ આરોપીઓ ચોરેલા મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા હતા તે દરમિયાન અડાલજ પોલીસે ઝડપી લીધા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના અલગ અલગ હાઇવે માર્ગો ઉપર મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમના મોબાઇલ ચોરી લેતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે અડાલજ પોલીસ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ૨૩ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.

ગાંધીનગર શહેર નજીક રિંગ રોડ ઉપર તેમજ અડાલજ અને અલગ અલગ બીજા માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી મુસાફરોને રીક્ષામાં બેસાડીને તેમની નજર ચૂકવીને કિંમતી મોબાઈલ ચોરી લેવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેના પગલે પોલીસ પણ ચિંતામાં મુકાણી હતી અને કોઈપણ સંજોગોમાં આ ટોળકીને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક રિક્ષામાં કેટલાક લોકો મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે. જેના પગલે પોલીસે અડાલજ બાલાપીર સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને ઝુંડાલ તરફથી રીક્ષા આવતા તેને ઊભી રાખી હતી. જેમાં રીક્ષાની અંદર તપાસ કરતા સીટ નીચે પડેલા એક પ્લાસ્ટિકના થેલામાં ૨૩ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે સંદર્ભે આ શખ્સોને પૂછતા યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ગાંધીનગર તેમજ અમદાવાદ અને અલગ અલગ વિસ્તારોમાં રીક્ષા લઈને ફરી મુસાફરને રિક્ષામાં બેસાડીને તેમના મોબાઈલ ચોરી લીધા હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેમની મહિલા સાગરીત પણ મદદ કરતી હોવાનું કબૂલ્યું હતું. જેના પગલે પોલીસે અમદાવાદના વટવા ખાતે રહેતા સોહિલમોહમ્મદ ગુલામ શેખ તેમજ મહંમદસમીર શેરૃભાઈ સૈયદ તેમજ તુલસી ઉર્ફે તમન્ના મોહસીન અયુબ શેખને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી દોઢ લાખના મોબાઈલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછમાં આ પ્રકારની ચોરીના અન્ય ગુનાઓ ઉકેલાઈ જવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.