ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણામાં અડધો ઇંચ વરસાદ

હમીરપરા, હણોલ અને પીંગળી ડેમ વિસ્તારમાં અડધાથી લઈ એક ઇંચ વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો ભાવનગર: ભાવનગર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે, જયારે કેટલાક તાલુકામાં વરસાદ પડયો નથી. આજે રવિવારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે અન્ય કોઈ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં પણ અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લાના બે તાલુકામાં આજે રવિવારે વરસાદ નોંધાયો હતો, જેમાં ગારિયાધાર તાલુકામાં ર૭ મીલીમીટર એટલે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગારિયાધાર તાલુકામાં ગત શનિવારે પણ સારો વરસાદ પડયો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે અને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ ઉપરાંત આજે પાલિતાણા તાલુકામાં ૧૦ મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ પડયો હતો. પાલિતાણા તાલુકામાં પણ બે દિવસ પૂર્વે સારો વરસાદ થયો હતો તેથી હાલ ખેડૂતો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના અન્ય ૮ તાલુકામાં વરસાદ નોંધાયો નથી તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં આશરે અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં પીંગળી ડેમમાં ર૧ મીલીમીટર, હમીરપરા ડેમમાં ૧૪ મીમી અને હણોલ ડેમમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો, જયારે ભાવનગર અને બોટાદ જિલ્લાના અન્ય કોઈ ડેમમાં વરસાદ નોંધાયો નથી તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર જિલ્લામાં હાલ છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. જિલ્લાના તમામ ખેડૂતો હાલ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વાવણી લાયક વરસાદ કયારે પડશે ? તેની રાહ જોવી જ રહી. ભાવનગરમાં ગરમી અને બફારાનુ જોર યથાવત ભાવનગર શહેરમાં આજે રવિવારે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૮.૯ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પ૪ ટકા અને પવનની ઝડપ ર૮ કિલોમીટર નોંધાઈ હતી. ગત શનિવારે મહત્તમ તાપમાન ૩૯.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૮.૮ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૬૦ ટકા અને પવનની ઝડપ ૩૮ ટકા નોંધાઈ હતી. શનિવારની સરખામણીએ આજે મહત્તમ તાપમાન આશરે દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને ભેજ તેમજ પવનની ઝડપમાં પણ થોડો ઘટાડો થયો હતો. હાલ ગરમી અને બફારાનુ જોર યથાવત છે ત્યારે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે

ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણામાં અડધો ઇંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હમીરપરા, હણોલ અને પીંગળી ડેમ વિસ્તારમાં અડધાથી લઈ એક ઇંચ 

વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો 

ભાવનગર: ભાવનગર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે, જયારે કેટલાક તાલુકામાં વરસાદ પડયો નથી. આજે રવિવારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે અન્ય કોઈ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં પણ અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 

જિલ્લાના બે તાલુકામાં આજે રવિવારે વરસાદ નોંધાયો હતો, જેમાં ગારિયાધાર તાલુકામાં ર૭ મીલીમીટર એટલે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગારિયાધાર તાલુકામાં ગત શનિવારે પણ સારો વરસાદ પડયો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે અને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ ઉપરાંત આજે પાલિતાણા તાલુકામાં ૧૦ મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ પડયો હતો. પાલિતાણા તાલુકામાં પણ બે દિવસ પૂર્વે સારો વરસાદ થયો હતો તેથી હાલ ખેડૂતો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના અન્ય ૮ તાલુકામાં વરસાદ નોંધાયો નથી તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 

જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં આશરે અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં પીંગળી ડેમમાં ર૧ મીલીમીટર, હમીરપરા ડેમમાં ૧૪ મીમી અને હણોલ ડેમમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો, જયારે ભાવનગર અને બોટાદ જિલ્લાના અન્ય કોઈ ડેમમાં વરસાદ નોંધાયો નથી તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર જિલ્લામાં હાલ છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. જિલ્લાના તમામ ખેડૂતો હાલ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વાવણી લાયક વરસાદ કયારે પડશે ? તેની રાહ જોવી જ રહી. 

ભાવનગરમાં ગરમી અને બફારાનુ જોર યથાવત 

ભાવનગર શહેરમાં આજે રવિવારે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૮.૯ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પ૪ ટકા અને પવનની ઝડપ ર૮ કિલોમીટર નોંધાઈ હતી. ગત શનિવારે મહત્તમ તાપમાન ૩૯.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૮.૮ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૬૦ ટકા અને પવનની ઝડપ ૩૮ ટકા નોંધાઈ હતી. શનિવારની સરખામણીએ આજે મહત્તમ તાપમાન આશરે દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને ભેજ તેમજ પવનની ઝડપમાં પણ થોડો ઘટાડો થયો હતો. હાલ ગરમી અને બફારાનુ જોર યથાવત છે ત્યારે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે