Lok Sabha Election 2024:‘અમને છંછેડશો તો છોડીશું નહિ’, AAPને મનસુખ વસાવાની ધમકી

‘આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકરોને હેરાન ના કરે’જો અમારા કાર્યકરોને છંછેડશો તો અમે છોડવાના નથીઃ વસાવા કોણ ક્યાં તીર મારે છે, ખબર છે, તમને જ ન વાગે ધ્યાન રાખજો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતની લોકસભા બેઠકો પર ઝંપલાવી ચૂકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. ત્યારે, ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીને આડેહાથ લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.મનસુખ વસવાનું જાહેરસભાને સંબોધન  ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભાને સંબોધન કરતાં આમઆદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. મનસુખ વસાવાએ નિવેદન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પડે છે કયા ગામ માંથી કેટલા મત મળ્યા, તમે નહીં આપો તો અમે પણ પાણીમાં બેસી જઈશું. દૂધ લેવા જવાનુંને દોલચી સંતાડવી એવું અમને નથી આવડતું. વિરોધ હોય તો બેસી રહો: વસાવાની આપને ચેતવણી વધુમાં મનસુખ વસાવાએ આપ પર આડકતરું નિશાન સાધતાં કહ્યું હતું કે, કોણ ક્યાં તીર મારે છે એમને ખબર છે પણ ધ્યાન રાખજો કે એ તીર તમને ન વાગે. તો વધુમાં, ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો પણ થયેલ હુમલાઓ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે નમ્ર વિનંતી છે આવું ના કરો, વિરોધ હોય તો બેસી રહો, ભાજપના કાર્યકરોને કોઈ રોકટોક ના કરે. તો આપ પર સીધો પ્રહાર કરતાં મનસુખ વસાવાએ ધમકી ભર્યા શબ્દોમાં કહ્યું કે અમને કોઈ છંછેડશે તો અમે તેમને છોડવાવાળા નથી. કોઈ પણ આપના કાર્યકરો જો ભાજપ કાર્યકરોને હેરાન કરશો તો રિઝલ્ટ પછી ભાજપના જ દિવસો આવવાના છે.

Lok Sabha Election 2024:‘અમને છંછેડશો તો છોડીશું નહિ’, AAPને મનસુખ વસાવાની ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકરોને હેરાન ના કરે’
  • જો અમારા કાર્યકરોને છંછેડશો તો અમે છોડવાના નથીઃ વસાવા
  • કોણ ક્યાં તીર મારે છે, ખબર છે, તમને જ ન વાગે ધ્યાન રાખજો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતની લોકસભા બેઠકો પર ઝંપલાવી ચૂકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. ત્યારે, ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીને આડેહાથ લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

મનસુખ વસવાનું જાહેરસભાને સંબોધન 

ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભાને સંબોધન કરતાં આમઆદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. મનસુખ વસાવાએ નિવેદન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પડે છે કયા ગામ માંથી કેટલા મત મળ્યા, તમે નહીં આપો તો અમે પણ પાણીમાં બેસી જઈશું. દૂધ લેવા જવાનુંને દોલચી સંતાડવી એવું અમને નથી આવડતું.

વિરોધ હોય તો બેસી રહો: વસાવાની આપને ચેતવણી 

વધુમાં મનસુખ વસાવાએ આપ પર આડકતરું નિશાન સાધતાં કહ્યું હતું કે, કોણ ક્યાં તીર મારે છે એમને ખબર છે પણ ધ્યાન રાખજો કે એ તીર તમને ન વાગે. તો વધુમાં, ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો પણ થયેલ હુમલાઓ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે નમ્ર વિનંતી છે આવું ના કરો, વિરોધ હોય તો બેસી રહો, ભાજપના કાર્યકરોને કોઈ રોકટોક ના કરે. તો આપ પર સીધો પ્રહાર કરતાં મનસુખ વસાવાએ ધમકી ભર્યા શબ્દોમાં કહ્યું કે અમને કોઈ છંછેડશે તો અમે તેમને છોડવાવાળા નથી. કોઈ પણ આપના કાર્યકરો જો ભાજપ કાર્યકરોને હેરાન કરશો તો રિઝલ્ટ પછી ભાજપના જ દિવસો આવવાના છે.