રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ સમાજના સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા

રૂપાલાને નહીં હટાવાય તો ગામેગામ ઉતરશે સંતો ક્ષત્રિયોની ઉમેદવાર બદલવાની માંગને બુલંદ બનાવીશું હિંમતનગરમાં આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે. ત્યાં હવે સાધુ સંતો પણ રૂપાલાના વિરોધમાં સાધુ-સંતો ઉતર્યા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે કહ્યું કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.અમદાવાદ ખાતે બુધવારે ક્ષત્રિય સમાજની અને ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરાઇ છે. આ તરફ આજે બપોરે દિલ્હીથી પરત આવેલ પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, દરેક સમાજ અમારા સમર્થનમાં છે તેમ કહ્યું છે જ્યારે બીજી તરફ વિરોધમાં વધુ સમાજ જોડાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે આવેલા અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડૉ.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે. દિલ્હીથી રૂપાલા અમદાવાદ પહોચ્યાઆ તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો. 

રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ સમાજના સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલાને નહીં હટાવાય તો ગામેગામ ઉતરશે સંતો
  • ક્ષત્રિયોની ઉમેદવાર બદલવાની માંગને બુલંદ બનાવીશું
  • હિંમતનગરમાં આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું

પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે. ત્યાં હવે સાધુ સંતો પણ રૂપાલાના વિરોધમાં સાધુ-સંતો ઉતર્યા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે કહ્યું કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.

અમદાવાદ ખાતે બુધવારે ક્ષત્રિય સમાજની અને ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરાઇ છે. આ તરફ આજે બપોરે દિલ્હીથી પરત આવેલ પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, દરેક સમાજ અમારા સમર્થનમાં છે તેમ કહ્યું છે જ્યારે બીજી તરફ વિરોધમાં વધુ સમાજ જોડાઈ રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે આવેલા અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડૉ.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.

દિલ્હીથી રૂપાલા અમદાવાદ પહોચ્યા

આ તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો.