કોગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે પરસોત્તમ રૂપાલાની એક વાતને લઈ પાટીદારોને કરી અપીલ

પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા ત્યારે રૂપાલાએ એકપણ નિવેદન આપ્યું નહી : પ્રતાપ દૂધાત બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ના પ્રયત્ન ભાજપે શરૂ કર્યા: પ્રતાપ દૂધાત ક્ષત્રિય સમાજના આગેવાને પટેલ સમાજ વિશે નિવેદન નથી આપ્યું : પ્રતાપ દૂધાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાદ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે.ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી,તો બીજી તરફ કોગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પાટીદાર સમાજને અપીલ કરી છે અને કહ્યું કે જયારે પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા હતા ત્યારે પરસોતમ રૂપાલાએ એક પણ નિવેદન આપ્યું ન હતું. પ્રતાપ દૂધાતે કરી મોટી વાત રૂપાલા નિવેદનથી વિવાદ પર કોંગ્રેસ પાટીદાર નેતા પ્રતાપ દુધાતે પાટીદારોને અપીલ કરી છે અને કહ્યું કે બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવા પ્રયત્ન ભાજપે શરૂ કર્યા છે,તો ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને તેમની માંગ પર અડગ છે,ક્ષત્રિય સમાજના એકપણ આગેવાને પટેલ સમાજ વિશે કોઈ નિવેદન નથી આપ્યું,તો રાજકીય પક્ષો પટેલ સમાજના નામે પોસ્ટ મૂકી સમાજને ગુમરાહ કરવાનું બંધ કરે,તો પ્રતાપ દૂધાતનુ કહેવુ છે કે પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા ત્યારે રૂપાલાએ એકપણ નિવેદન ન હોતું આપ્યું,તો આ વાતને વ્યક્તિગત મામલા સુધી સીમિત રાખી વર્ગ વિગ્રહની સ્થિતિ સુધી ન લઈ જાઓ.બંધબારણે કરી બેઠકપરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે. આ બેઠક બાદ રૂપાલા ફરી રાજકોટ જવા રવાના થયા છે. આ વચ્ચે રૂપાલા તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે મારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથી. જેના સાથે જ ગાંધીનગર પહોંચતા ફરી એકવાર રૂપાલા મામલે ભાજપના નેતાઓની મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં વરિષ્ઠ નેતાઓની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પણ ચર્ચા થઈ છે. અડધો કલાક કરતા વધુ સમય સુધી બંધ બારણે મિટિંગ ચાલી હતી. સાધુ સંતો આવ્યા મેદાને પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે. ત્યાં હવે સાધુ સંતો પણ રૂપાલાના વિરોધમાં સાધુ-સંતો ઉતર્યા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે કહ્યું કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.

કોગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે પરસોત્તમ રૂપાલાની એક વાતને લઈ પાટીદારોને કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા ત્યારે રૂપાલાએ એકપણ નિવેદન આપ્યું નહી : પ્રતાપ દૂધાત
  • બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ના પ્રયત્ન ભાજપે શરૂ કર્યા: પ્રતાપ દૂધાત
  • ક્ષત્રિય સમાજના આગેવાને પટેલ સમાજ વિશે નિવેદન નથી આપ્યું : પ્રતાપ દૂધાત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાદ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે.ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી,તો બીજી તરફ કોગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પાટીદાર સમાજને અપીલ કરી છે અને કહ્યું કે જયારે પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા હતા ત્યારે પરસોતમ રૂપાલાએ એક પણ નિવેદન આપ્યું ન હતું.

પ્રતાપ દૂધાતે કરી મોટી વાત

રૂપાલા નિવેદનથી વિવાદ પર કોંગ્રેસ પાટીદાર નેતા પ્રતાપ દુધાતે પાટીદારોને અપીલ કરી છે અને કહ્યું કે બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવા પ્રયત્ન ભાજપે શરૂ કર્યા છે,તો ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને તેમની માંગ પર અડગ છે,ક્ષત્રિય સમાજના એકપણ આગેવાને પટેલ સમાજ વિશે કોઈ નિવેદન નથી આપ્યું,તો રાજકીય પક્ષો પટેલ સમાજના નામે પોસ્ટ મૂકી સમાજને ગુમરાહ કરવાનું બંધ કરે,તો પ્રતાપ દૂધાતનુ કહેવુ છે કે પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થયા ત્યારે રૂપાલાએ એકપણ નિવેદન ન હોતું આપ્યું,તો આ વાતને વ્યક્તિગત મામલા સુધી સીમિત રાખી વર્ગ વિગ્રહની સ્થિતિ સુધી ન લઈ જાઓ.

બંધબારણે કરી બેઠક

પરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે. આ બેઠક બાદ રૂપાલા ફરી રાજકોટ જવા રવાના થયા છે. આ વચ્ચે રૂપાલા તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે મારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથી. જેના સાથે જ ગાંધીનગર પહોંચતા ફરી એકવાર રૂપાલા મામલે ભાજપના નેતાઓની મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં વરિષ્ઠ નેતાઓની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પણ ચર્ચા થઈ છે. અડધો કલાક કરતા વધુ સમય સુધી બંધ બારણે મિટિંગ ચાલી હતી.

સાધુ સંતો આવ્યા મેદાને

પરશોત્તમ રૂપાલા સામે એક પછી એક સમાજ વિરોધમાં આવી રહ્યો છે. ત્યાં હવે સાધુ સંતો પણ રૂપાલાના વિરોધમાં સાધુ-સંતો ઉતર્યા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે કહ્યું કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.