Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો સાંસદ પુરુષોત્તમ રૂપાલાના ઘર પાસે પડ્યો ભૂવો સેક્ટર 2ડી પાસે ભુવામાં મસમોટી કાર ગરકાવ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે. તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા રાજ્યનું પાટનગર ગાંઘીનગર ભુવાનગરી બન્યુ છે અને સેક્ટર 2ડી પાસે કાર ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકયા છે. ભુવામાં મસમોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે. ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો હતો જ્યાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું ઘર આવેલું છે. રૂપાલાના ઘર પાસે ઈલેક્ટ્રીક સીટીનો થાંભલો ભૂવામાં ગરકાવ છે અને વીજ પ્રવાહ ચાલુ થવાની સાથે ધડાકા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ વીજ પુરવઠો ચાલુ થતા મોટો અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં ભૂવો પડ્યો ચાર કલાકથી વરસાદ વરસતા અમદાવાદ આખુ પાણી પાણી થયુ છે. અમદાવાદના તમામ રોડ પર પાણી ભરાયા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ પડતા જ શેલા વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શેલા વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો પડ્યો છે ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે અને વાહનચાલકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. વસ્ત્રાપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને અનેક જગ્યાએ વાહનો બંધ પડ્યા છે. વસ્ત્રાપુર તળાવ પાસે ભૂવો પડ્યો છે. ત્યારે નાગરિકો વાહનચાલકોની મદદે આવીને માર્ગદર્શન આપી રહ્યા છે.

Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો
  • સાંસદ પુરુષોત્તમ રૂપાલાના ઘર પાસે પડ્યો ભૂવો
  • સેક્ટર 2ડી પાસે ભુવામાં મસમોટી કાર ગરકાવ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે.

તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા

રાજ્યનું પાટનગર ગાંઘીનગર ભુવાનગરી બન્યુ છે અને સેક્ટર 2ડી પાસે કાર ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકયા છે. ભુવામાં મસમોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે.


ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો

ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો હતો જ્યાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું ઘર આવેલું છે. રૂપાલાના ઘર પાસે ઈલેક્ટ્રીક સીટીનો થાંભલો ભૂવામાં ગરકાવ છે અને વીજ પ્રવાહ ચાલુ થવાની સાથે ધડાકા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ વીજ પુરવઠો ચાલુ થતા મોટો અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.


અમદાવાદના શેલા વિસ્તારમાં ભૂવો પડ્યો

ચાર કલાકથી વરસાદ વરસતા અમદાવાદ આખુ પાણી પાણી થયુ છે. અમદાવાદના તમામ રોડ પર પાણી ભરાયા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ પડતા જ શેલા વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શેલા વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો પડ્યો છે ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે અને વાહનચાલકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.

વસ્ત્રાપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને અનેક જગ્યાએ વાહનો બંધ પડ્યા છે. વસ્ત્રાપુર તળાવ પાસે ભૂવો પડ્યો છે. ત્યારે નાગરિકો વાહનચાલકોની મદદે આવીને માર્ગદર્શન આપી રહ્યા છે.